Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

અનૈતિક સબંધોનો પર્દાફાશ થતા જ જવાન હત્યારો બન્યો

પતિના આડા સબંધો અંગે પત્ની વાકેફ હતી : દિલ્હીમાં ગર્લફ્રેન્ડને ગોળી માર્યા બાદ, રોહતકમાં સસરાની હત્યા કરીને ફરાર આરોપીની પોલીસ દ્વારા શોધખોળ

નવી દિલ્હી,તા.૨૮ : દિલ્હી પોલીસના સબ ઈન્સ્પેક્ટરે રોહતકમાં તેના સાસરાની ગોળી મારીને હત્યા કરી છે. એસઆઈએ તેની ગર્લફ્રેન્ડને એક દિવસ અગાઉ આઉટર દિલ્હીમાં પણ ગોળી મારી હતી. આરોપી એસઆઈનું નામ સંદિપ દહિયા છે અને તે લાહોરી ગેટ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે દહિયાએ રોહતકમાં તેના સસરાને ગોળી મારીને નાસી છૂટ્યો હતો. ખરાબ રીતે ઘાયલ થયેલા સસરાએ બાદમાં દમ તોડી દીધો હતો. પોલીસ સંદિપ દહિયાની શોધ કરી રહી છે.

આરોપી સબ ઇન્સપેક્ટર સંદિપ દહિયા ૨૦૧૦ બેચના છે. પ્રાથમિક તપાસમાં તેની પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. તે તેની પત્નીથી અલગ રહે છે. યુવતી  સાથે ફેસબુક દ્વારા ઓળખાણ થઈ હતી. પછી, તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. તે દરમિયાન તેઓમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો. રવિવારે સંદિપ દહિયા યુવતીને મળવા અલીપુર ગયો હતો. કહેવા પર, તેણે મહિલાને સર્વિસ પિસ્તોલથી ત્રણ વાર ગોળી મારી હતી. પોલીસે યુવતીના પરિવારને ઘટનાની જાણ કરી હતી.

શુક્રવારે સાંજે સાત વાગ્યાની આસપાસ જીટી કરનાલ રોડ ઉપર આવેલા સાંઈ બાબા મંદિર નજીક ગોળીબાર થયાનું જાણવા મળ્યું હતું. લોહીથી લથપથ હાલતમાં બાળકી રસ્તા પર પડી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સંદિપ દહિયા લાહોરી ગેટ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. યુવતી સંદીપના ભૂતકાળ અને તેના પરિવાર વિશે બધુ જાણતી હતી. સંદીપની પત્નીને પણ બંને વિશે ખબર પડી ગઈ હતી. અંગે તેમની વચ્ચે ઝઘડો થતો રહેતો હતો.

સંદિપ દહિયાએ યુવતીને નજીકના અંતરેથી ત્રણ ગોળી ધરબી દીધી હતી. ગોળી મહિલાના પેટમાં વાગી. સંદીપે ચાલતી કારમાં ગોળી ચલાવી અને યુવતીને રસ્તાની બાજુ ફેંકીને ફરાર થઈ ગયો. તે દરમિયાન શાહબાદ ડેરી પોલીસ મથકમાં તૈનાત એસઆઈ જયવીર ત્યાંથી નીકળી રહ્યો હતો. તેની નજર પડી. તેણે યુવતીને હોસ્પિટલમાં દાખલ કર્યો. ઇજાગ્રસ્ત યુવતીએ જણાવ્યું હતું કે તેને સબ ઇન્સ્પેક્ટર સંદિપ દહિયાએ ગોળી મારી હતી.

(7:17 pm IST)