Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સંજય રાઉતે જણાવવું પડશે કે તેમણે કોને હરામખોર કહ્યા :કંગના અને BMC વિવાદ વચ્ચે બોમ્બે હાઈકોર્ટનો આદેશ

BMCની કાર્યવાહી સાથે જોડાયેલી ફાઇલ અને રાઉતની બંને ઓડિઓ ક્લિપ્સ રજૂ કરાશે

મુંબઈ :ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતની ઓફીસ તોડવાનાં મામલાને લઈને બોમ્બે હાઈકોર્ટમાં તીખી નોંકઝોંક થઈ ગઈ. કોર્ટની સુનાવણી દરમિયાન વિવાદિત શબ્દ હરામખોર પણ ગુંજ્યો હતો જેને લઈને કોર્ટે કહ્યું કે સંજય રાઉતે કહેવું પડશે કે તેમે આ શબ્દનો ઉપયોગ કોના માટે કર્યો હતો.

કોર્ટે કંગનાનાં વકીલને BMCની કાર્યવાહી સાથે જોડાયેલી ફાઈલ અને સંજય રાઉતનાં બંને ઈન્ટરવ્યુંની ક્લીપ લાવવા માટે કહેવામાં આવ્યું. આ પહેલા કંગનાની ઓફિસમાં તોડફોડને લઈને BMCનાં વકીલે કહ્યું કે કંગના કહે છે કે આ તેમના 5 સપ્ટેમ્બર વાળા ટ્વીટને લઈ થયું તો એ ટ્વીટ શું હતું તે કોર્ટ સામે રજુ કરવામાં આવે અને સમયનું ખબર પડે.

રાઉતની વિવાદિત ઓડિઓ ક્લિપની કોર્ટમાં સુનાવણી થઈ કંગનાના વકીલે કહ્યું કે, 'કંગનાએ સરકાર વિરુદ્ધ કેટલાક નિવેદનો આપ્યા હતા અને તેના એક ટ્વીટને સંજય રાઉતનો ખૂબ જ તીવ્ર પ્રતિસાદ મળ્યો હતો. રાઉતે કહ્યું કે કંગનાને પાઠ ભણાવવો પડશે. અદાલતમાં પણ કંગનાના વકીલ બિરેન્દ્ર સારાફે સંજય રાઉતના નિવેદનની વિડિઓ ક્લિપ વગાડી હતી જેમાં તે 'હરામખોર' શબ્દ બોલ્યા હતા.

  આ તરફ સંજય રાઉતનાં વકીલે કહ્યું કે 'મારા ગ્રાહકે કોઈનું નામ લીધું નથી. કોર્ટે રાઉતના વકીલ પ્રદીપ થોરાટને પૂછ્યું, 'જો સંજય રાઉત એમ કહી રહ્યા હોય કે તેણે કંગના માટે આ શબ્દનો ઉપયોગ કર્યો ન હતો, તો શું આપણે આ નિવેદન રેકોર્ડ કરી શકીએ?' રાઉતના વકીલે કહ્યું કે, "હું આવતીકાલે તેના પર મારું એફિડેવિટ ફાઇલ કરીશ."

  બીએમસી-કંગના સુનાવણી પર, બે કરોડના વળતરની માંગણી પર, કંગનાના વકીલે કહ્યું, "થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યા પછી અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે." જો કોર્ટ ઇચ્છે છે, તો તે કોઈને મોકલી શકે છે અને નુકસાનનો અંદાજો લઈ શકે છે. કોર્ટે BMCની કાર્યવાહી સાથે જોડાયેલી ફાઇલને આજે બપોરે 3 વાગ્યા સુધી કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું હતું.

 આ સાથે સંજય રાઉતના બંને ઇન્ટરવ્યુની ક્લિપ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે જેમાં રાઉત અપમાનજનક શબ્દો બોલી રહ્યા છે અને બીજામાં તેનો અર્થ સમજાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સુશાંત કેસ વચ્ચે કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ઘણાં સંઘર્ષ થયા છે. કંગનાએ ઘણા કેસોમાં મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી, ત્યારબાદ બીએમસીએ તેમની ઓફિસમાં ગેરકાયદે બાંધકામોની નોટિસ આપી હતી અને બીજા જ દિવસે તેને તોડી નાખી હતી.

(7:02 pm IST)