Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ફેસ્‍ટીવલ સીઝનની શરૂઆત પહેલા જ ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન અને ફિલપકાર્ટ ઉપર સેલ શરૂ થશેઃ ભારે ડિસ્‍કાઉન્‍ટ, નો કોસ્‍ટ ઇએમઆઇ, કેશબેકનો લાભ

નવી દિલ્હી: ફેસ્ટિવલ સીઝનની શરૂઆત પહેલાં જ ઇ-કોમર્સ વેબસાઇટ્સ અમેઝોન અને ફ્લિપકાર્ટ પર સેલ શરૂ થનાર છે. આ સેલમાં કંપનીઓ ઘણી બધા ઉત્પાદનો પર ભારે ભરખમ ડિસ્કાઉન્ટ આપશે. આ સાથે જ નો કોસ્ટ ઇએમઆઇઆઇ અને બેન્કો તરફથી કેશબેકનો પણ લાભ મળશે.

તેમને મળશે ખાસ સુવિધાઓ

અમેઝોન જ્યાં Great Indian Festival Offers સેલ લાવશે, તો ફ્લિપકાર્ટ the Big Billion Days sale લઇને આવી રહ્યા છે. કસ્ટમર્સ માટે ઓનલાઇન શોપિંગનો શાનદાર અનુભવ રહેશે. અમેઝોન પ્રાઇમ અને ફ્લિપકાર્ટના પ્લસ મેમ્બર્સને ખાસ સુવિધા મળવાની છે. જો તમે અમેઝોન પ્રાઇમ મેમ્બર્સ છો અથવા ફ્લિપકાર્ટના પ્લ્સ મેમ્બર્સ છે તો તમને  સેલમાં પહેલાં એન્ટ્રી મળશે અને ઘણા ફાયદા મળશે. અમેઝોન તમને ડેલી શોપિંગ રિવોર્ડ્સ મળશે.

આ બેંકો સાથે કર્યું ટાઇઅપ

અમેઝોન સેલમાં ગ્રાહકોને એચડીએફસી બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળવા જઇ રહ્યું છે. તો બીજી તરફ ફ્લિપકાર્ટ SBI, ICICI, HDFCજેવી બેંકો સાથે મળીને નો-કોસ્ટ ઇએમઆઇની સુવિધા આપશે. એટલું જ નહી પેટીએમનો ઉપયોગ કરતાં એશ્યોર્ડ કેશબેક મળશે. ફ્લિપકાર્ટ પર ફેશન કપડાં પર પણ 60 થી 80 ટકા સુધી ડિસ્કાઉન્ટની ઓફર છે.

એક્સચેંજ ઓફરમાં 13500 રૂપિયાનો ફાયદો

તમે દરરોજ 500 રૂપિયા સુધી બચાવી શકો છો. સેલમાં કેટલીક પ્રોડક્ટ પણ ઓનલાઇન લોન્ચ કરી શકે છે. સેલમાં ખાસકરીને મોબાઇલ ફોન પર સ્પેશિલ ઓફર મળશે. અમેઝોનના આ સેલમાં એક્સચેંજ ઓફર હેઠૅળ 13500 રૂપિયા સુધીનો ફાયદો થશે. ફ્લિપકાર્ટ સેલમાં ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર 80 ટકા સુધી છૂટ મળશે. આ ઉપરાંત એક્સચેંજ ઓફર્સ અને દરરોજ નવી ડીલ્સ મળશે. તો બીજી તરફ અમેઝોને તેના પર 70 ટકા સુધી છૂટનો વાયદો કર્યો છે.

ફ્લિપકાર્ટ પર સેલ દરમિયાન દરરોજ સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગે અને રાત્રે 12 વાગે Crazy Deals નું આયોજન તહ્શે, જ્યાં ટોપ બ્રાંડેડ, મોબાઇલ અને ટીવી પર વધારાનું ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવશે.

(4:26 pm IST)