Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

IIT દિલ્હીના રીસર્ચમાં દાવો

ટીકોપ્લેનિનઃ કોરોના સામેની દસ ગણી અસરદાર દવા

નવી દિલ્હી, તા.૨૮: ટીકોપ્લેનિન  નામની આ એક ગ્લાયકોપેપ્ટાઇડ એન્ટીબાયોટિક દવાથી કોરોના વાયરસની સારવારમાં નવી આશા જાગી છે. તાજા રિસર્ચમાં ખબર પડી છે કે આ દવા અત્યારે ઉપયોગમાં લેવાય રહેલી દવાઓ કરતાં ૧૦ ગણી વધુ અસરદાર સાબિત થઇ શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) દિલ્હીએ ૨૩ દવાઓના રિસર્ચ બાદ આ દાવો કર્યો છે. IIT-Dના કુસુમ સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાયન્સિસે કોરોના વાયરસ માટે ઉપયોગમાં લેવાઇ રહેલી ૨૩ દવાઓનું સ્ક્રીનિંગ કર્યું. બાકી દવાઓની સાથે જયારે ટીકોપ્લેનિનની અસરની તુલના કરાઇ તો ખબર પડી કે આ દવા ૧૦થી વધુ ઘણી અસરદાર છે.

IIT દિલ્હીના પ્રોફેસર અશોક પટેલ આ અભ્યાસને લીડ કરી રહ્યા હતા. પટેલે કહ્યું કે ટીકોપ્લેનિનની અસરને બાકીની દવાઓ સાથે કમ્પેયર કરાઇ. ટીકોપ્લેનિન SARS-COV-2 ની વિરૂદ્ઘ ઉપયોગમાં લેવાઇ રહેલી બાકીના મુખ્ય દવાઓ જેવી કે હાઇડ્રોકલોરોકિવન અને લોપિનેવિરની સરખામણીમાં ૧૦-૨૦ ગણી વધુ અસરદાર મળી. આ રિસર્ચ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ બાયોલોજિકલ મેક્રોમોલિકયૂલ્સમાં પણ છપાયું છે. AIIMSના ડો.પ્રદીપ શર્મા પણ આ રિસર્ચનો હિસ્સો હતા.

ટીકોપ્લેનિન એક ગ્લાયકોપેપ્ટાઇડ એન્ટીબાયોટિક છે. આ દવા વ્યકિતઓમાં ઓછો ટેકિસક પ્રોફાઇલવાળા ગ્રેમ-પોઝિટિવ બેકટેરિયલ ઇન્ફેકશન્સને સાજા કરવામાં ખૂબ ઉપયોગ થાય છે. તેને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાંથી પણ અપ્રૂવલ મળી છે. IIT દિલ્હીના પ્રોફેસર પટેલે કહ્યું કે તાજેતરમાં રોમની સેપિએન્જા યુનિવર્સિટીમાં ટીકોપ્લેનિનની સાથે એક કિલનિકલ સ્ટડી થયો છે. કોવિડ-૧૯ના વિરૂદ્ઘ ટીકોપ્લેનિનની શું ભૂમિકા છે, તેને નક્કી કરવા માટે મોટાપાયે અલગ-અલગ સ્ટેજના કોવિડ દર્દીઓ પર સ્ટડી કરવાની જરૂર છે.

છેલ્લાં ૨૪ કલાકમાં ૮૨૦૦૦થી વધુ નવા કેસ સામે આવતાની સાથે જ ભારતમાં કોવિડ કેસીસની સંખ્યા ૬૦ લાખને પાર જતી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી સોમવાર સવારે રજૂ કરાયેલા ડેટા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમણના કુલ ૬૦,૭૪,૭૦૨ કેસ છે. તેમાંથી ૯,૬૨,૬૪૦ કેસ હજુ પણ એકિટવ છે. જયારે ૫૦,૧૬,૫૨૦ લોકો સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરી ચૂકયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૧૦૩૯ દર્દીઓના મોતની સાથે મૃતકોની સંખ્યા ૯૫૫૪૨ પર પહોંચી ગઇ છે. દેશમાં રિકવરી રેટ ૮૨.૫૮ ટકા છે, જે દુનિયામાં સૌથી વધુ છે. તો મૃત્યુ દર દ્યટીને ૧.૫૭ ટકા થઇ ગયો છે.

(3:55 pm IST)