Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

પંજાબમાં અમે બધી ૧૧૭ બેઠકો પર ચુંટણી લડશુ

અકાલીદળ એનડીએમાંથી અલગ થતા ભાજપની પ્રતિક્રિયા

નવી દિલ્હી તા.ર૮ : શિરોમણી અકાલી દળ એનડીએમાંથી નીકળી ગયા પછી રવિવારે ભાજપાએ કહયુ છે કે ર૦રરમાં થનાર પંજાબ વિધાનસભાની ચુંટણીમાં તે બધી ૧૧૭ બેઠકો પર લડશે. ભાજપાના વરિષ્ઠ નેતા મદન મોહન મિતલે દાવો કર્યો કે અકાલી દળનાં કેટલાય નેતાઓ ભાજપામાં સામેલ થઇ શકે છે. તેમના અનુસાર આ નેતાઓ ભાજપના સંપર્કમાં છે. મિતલે કહયુ કે જો અકાલી દળ એકલા હાથે ચુંટણી લડશે તો બહુમતી નહી મેળવી શકે.

હવે આ બાબતે પંજાબના મુખ્ય પ્રધાન અને કોંગ્રેસી નેતા કેપ્ટન અમરિંદરસિંહે પણ પ્રતિક્રિયા આપતા કહયુ છે કે અકાલીઓ પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો કેમ કે ભાજપાએ પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતુ કે અકાલી દળ ખેડુતોને કૃષિ બિલ હોવાનું સમજાવવામાં નિષ્ફળ રહયુ છે અને આના માટે તે જ જવાબદાર છે એનડીએ છોડવાનો અકાલી દળનો નિર્ણય ફકત જુઠ અને દગાની તેમજ કરણીનું જ પરિણામ હતુ. તેમણે કહયુ કે સુખબિરસિંહ બાદલ કૃષિ અંગેના અધ્યાદેશો પરના પોતાના પ્રારંભીક અણધાર્યા વલણ પછી કુવા અને ખાઇ વચ્ચે ફસાઇ ગયા હતા ત્યાર પછી કિસાનોના વિરોધ પ્રદર્શન પછી તેમણે અચાનક યુ ટર્ન લઇ લીધો હતો.

(3:08 pm IST)