Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

એઇડસમાં કારગત બનશે બીનૈબ સારવાર પધ્ધતિ

સંક્રમણનું સ્તર ઘટાડવાની સાથે રોગપ્રતિકારક શકિત વધારવામાં સક્ષમ

બેંગ્લોર : વૈજ્ઞાનિકોનો દાવો છે કે એચઆઇવી થતી જીવલેણ બીમારી એઇડસના ઇલાજમાં બીનૈબ ઉપર પધ્ધતિ કારગત સાબીત થઇ શકે છે. બ્રોડલી ન્યુટ્રલાઇનીંગ એચ.આઇ.વી.-૧ એન્ટી બોર્ડી અર્થાત બીનૈબ પધ્ધતિથી એચઆઇવી સંક્રમિત વ્યકિતની સારવારમાં વાયરસનું સંક્રમણ તો ઘટે જ છે તે ઉપરાંત તેને આજીવન દવા લેવાની પણ જરૂર નથી પડતી. ભારતીય વિજ્ઞાન સંસ્થાન (આઇઆઇએસસી)માં કેમીકલ એન્જીનીયરીંગ વિભાગના પ્રોફેસર નરેન્દ્ર દિક્ષિતના નેતૃત્વમાં ટીમે આ અંગે રિસર્ચ કર્યુ છે. આઇઆઇએસસીનું કહેવું છે કે એચઆઇવી સંક્રમિતને બહારથી આ એન્ટી બોડી ઇન્જેકટ કર્યા પછી સંક્રમણમાં જે ઘટાડો થાય છે તે ફરીથી નથી વધતો ૬૦ થી ૭૦ ટકા કેસોમાં આવુ બને છે. આ ઉપચારને વધુ કારગત બનાવી શકાય છે.

(3:08 pm IST)