Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

શું EMIમાં ઘટાડો થશે ? RBI નાણાકીય સમીક્ષા બેઠકમાં કરશે નિર્ણય

૩ દિવસ યોજાનારી બેઠકમાં વ્યાજદરોના ઘટાડાના સંકેત

નવી દિલ્હી તા. ૨૮ : એમપીસીની બેઠક ૨૯ સપ્ટેમ્બરે શરૂ થઇ રહી છે. રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસના નેતૃત્વવાળી આ સમિતિની ત્રણ દિવસ સુધી ચાલનારી બેઠકમાં દરોમાં ફેરફાર અંગેનો નિર્ણય થશે. બેઠકના પરિણામોનું એલાન ૧ ઓકટોબરે થશે. વિશેષજ્ઞોનું માનવુ઼ છે કે અર્થવ્યવસ્થાને રફતાર આપવા અને માંગ વધારવામાં માટે આ વખતે નીતિગત દરોમાં ૦.૨૫ ટકાના ઘટાડાની આશા છે. જો કે રીટેલ મોંઘવારીમાં તેજ વધારો રિઝર્વ બેંકની રાહમાં સૌથી મોટો કાંટો બની શકે છે.

રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંતે એ પહેલા કહ્યું હતું કે, આગળ હજુ નાણાકીય કાર્યવાહીનો પણ વિકલ્પ છે પરંતુ આપણે આપણા શસ્ત્રોનો ઉપયોગ સમજદારીથી કરવો પડશે. ઓગસ્ટમાં એમપીસીની છેલ્લી બેઠકમાં રીઝર્વ બેંકની મુદ્રાસ્ફીતિ છ ટકાને પાર કરી ગઇ છે તે સમયે રીઝર્વ બેંકે કહ્યું હતું કે મહામારીના કારણે અર્થવ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ નબળી છે. ફેબ્રુઆરીથી રિઝર્વ બેંક નીતિગત દરોમાં ૧.૧૫ ટકાનો કાપ કરી ચૂકયો છે. હાલમાં જ શકિતકાંત દાસે કહ્યું હતું કે, અર્થવ્યવસ્થામાં સુધાર માટે દરેક પગલા ભરવા તૈયાર છે. વિશેષજ્ઞ તેને દરોમાં કાપનો સંકેત માનીને ચાલી રહ્યા છે.

રીટેલ મોંઘવારી છ ટકાથી ઉપર થવાથી આરબીઆઇ માટે દરો ઘટવાનો નિર્ણય કરવો મુશ્કેલ સાબિત થઇ શકે છે. કોરોનાના પ્રસારને જોઇને સસ્તી લોન છતાં ગ્રાહક લોન લેવામાં અચકાઇ રહ્યા છે એવામાં રીઝર્વ બેંક બીજા વિકલ્પો આપશે.

(3:07 pm IST)