Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

મહારાષ્ટ્રમાં છૂટક સિગારેટ-બીડીના વેચાણ ઉપર પ્રતિબંધ

મુંબઇઃમહારાષ્ટ્રમાં ખુલ્લી સિગારેટ બીડીના વેચાણ પર પ્રતિબંધ લગાવનાર પહેલું રાજય બન્યું છે. ગુરુવારે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સિગરેટ અને તમાકુ અધિનિયમ ૨૦૦૩ હેઠળ સિગરેટ બીડી સહિત તંમ્બાકુ ઉત્પાદકોના પેકેજ પર સ્વાસ્થ્ય ચેતવણી લખવી ફરજિયાત છે. એક સિગારેટ-બીડી લેતા આરોગ્ય ચેતવણી નથી દેખાતી. પેકેટ પર લખેલી આરોગ્યલક્ષી ચેતવણી લખેલી હોય છે.

પરંતુ જયારે લોકો ખુલ્લામાં એક સિગરેટ અથવા બીડી દે છે તો તે આ ચેતવણી જોઈ નથી શકતા. એટલા માટે સરકારે ખુલ્લી બીડી ,સિગરેટના વેચાણ પર પ્રતિબંધ લાઘવાનો નિર્ણય લીધો છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલના કેન્સર સર્જન ડોકટર પંકજ ચતુર્વેદીના જણાવ્યાનુંસાર આ અધિસૂચના બાદ યુવાનોની સિગરેટ બીડીની સેવનમાં ઘટાડો થશે કેમ કે એક વારમાં આખૂ પેકેટ ખરીદવા માટે વધારે પૈસા લાગશે.

તેમણે કહ્યું કે ભારતમાં ૧૬થી૧૭ વર્ષના યુવાનોમાં સ્મોકિંગની આદત સૌથી વધારે છે. તેમની પાસે વધારે પૈસા નથી હોતા. એટલા માટે પેકેટની જગ્યાએ છુટ્ટક સિગરેટ ખરીદે છે. તેમણે કહ્યું કે સિગરેટ ખરીદનારાઓમાં કયારેય પણ તંમ્બાકુના ઉત્પાદન પર લગાવવામાં આવનારા ટેકસની સમસ્યા અનુભવાતી નથી.

(3:05 pm IST)