Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ટ્રમ્પે છેલ્લા ૧૫ વર્ષમાંથી ૧૦ વર્ષ ઇન્કમટેક્ષ નથી ભર્યો : ૨૦૧૬-૨૦૧૭માં માત્ર ૭૫૦ ડોલર ભરેલ

અમેરિકી અખબારમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલ બાદ વિવાદ ઉભો થયો

ન્યુયોર્ક : અમેરિકી રાષ્ટ્રપતિ ચુનાવ પ્રચાર વચ્ચે રિપબ્લીકન પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ઇન્કમટેક્ષ ચૂકવવાને લઇને ખુલાસો થતા વિવાદ ઉભો થયો છે. ટ્રમ્પે છેલ્લા ૧૫ વર્ષમાંથી ૧૦ વર્ષ તો ઇન્કમટેક્ષ ભર્યો નથી.

ટ્રમ્પે પોતાના કાર્યકાળના પહેલા વર્ષમાં માત્ર ૭૫૦ ડોલર (૫૫૨૪૩ રૂપિયા) જ ભર્યા હતા. એટલે કે ૨૦૧૬-૨૦૧૭ના વર્ષમાં આ ટેકસ ચૂકવ્યો હતો. ન્યુયોર્ક ટાઇમ્સમાં આ ખબર પ્રસિધ્ધ થયેલા ટ્રમ્પની કુલ સંપતિ ૨.૧ અરબ ડોલર છે. કોરોનાના લીધે ૧ અરબ ડોલરની સંપતિ ઘટી છે. ટ્રમ્પે ઇન્કમટેક્ષ અંગે જણાવેલ કે તેનું ઓડીટ ચાલી રહ્યું છે. ઉપરાંત તેમણે ઇન્કમટેક્ષ ન ભરવાની ખબરોનું ખંડન કર્યુ હતુ.

(3:04 pm IST)