Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

હવે મથુરા, કાશીનો વારો : વિનય કાટીયાર

મંદિર -મસ્જીદનું રાજકારણ બંધ કરોઃ ઇકબાલ અંસારી

મથુરાઃ કૃષ્ણ જન્મભૂમિના ગર્ભગૃહ બાબતે મથુરાની એક દીવાની અદાલતમાં એક કેસ નોંધાવવામાં આવ્યો છે. હવે તેના પર રાજકારણ ચાલુ થઇ ગયું છે. એઆઇએમઆઇએમ ચીફ અસઉદ્દીન ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો છે કે આ મુદ્દો ફરીથી જીવંત કરવાની શું જરૂર છે. તો રામલલાની નગરી અયોધ્યાના ભાજપાના ફાયર બ્રાન્ડ નેતા વિનય કાટિયારે કહ્યુ કે હવે મથુરા અને કાશીનો વારો છે.

આ બાબતે બાબરીના ભૂતપૂર્વ પક્ષકાર ઇકબાલ અંસારીએ કહ્યું કે હિંદુ અને મુસલમાનો વચ્ચે વિવાદ અમે નથી. ઇચ્છતા કાટિયારે કહ્યુ કે જેણે પણ અરજી કરી છે તેણે સારૂ કામ કર્યું છે. તેમણે કહ્યું કે મથુરામાં જ્યાં કૃષ્ણનો જન્મ થયો તેના ગર્ભાગાર પર મસ્જિદ છે જેના પર બીજા સંપ્રદાયના લોકોએ બળપૂર્વક કબ્જો કર્યો છે. એ લોકો જેને ઇદગાર કહે છે તે હિદુઓનું છે.

(3:02 pm IST)