Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

RTPCR રિપોર્ટ નેગેટિવ, સીટી સ્કેન બતાવે ફેફસાનું નુકશાન

કોરોના રિપોર્ટ નેગેટિવ પરંતુ સીટી સ્કેનમાં ફેફસાનું નુકશાન બની રહ્યું છે દર્દીઓમાં ચિંતાનું કારણ

નવી દિલ્હી : કોરોના માટે જાણીતો RTPCR ટેસ્ટ કે જેમાં હાલમાં દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવે છે પરંતુ જયારે સીટી સ્કેન કરવામાં આવે ત્યારે દર્દીના ફેફસામાં કોરોનને લીધે અસર થયેલી જોવા મળે છે. દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવવા છતાં ફેફસામાં સંક્રમણના લીધે ભારે નુકશા થયેલું જોવા મળે છે આથી દર્દી માટે અને તેમના પરિવારજનો માટે અતિ ચીંગતાનો વિષય બની રહ્યો છે. જાણકારો પણ આ મુદ્દે બહુ જાજુ કઈ કહી શકતા નથી.

કોરોનના ટેસ્ટ અંગે વિષેજ્ઞનો કહે છે કે કયારેક કોઈ કેસમાં દર્દીઓના સેમ્પલ બરાબર રીતે લેવાયા ના હોય ત્યારે આ ટેસ્ટ નેગેટિવ આવવાની શકયતા વધી જતી હોય છે. દેશમાં કેટલીક જગ્યાએ દર્દીઓના ટેસ્ટ નેગેટિવ આવવા છતાં લોકો સીટી સ્કેન કરાવી રહ્યા છે. ડોકટરો પણ દર્દીને સીટી સ્કેન કરાવવાની સલાહ આપી રહ્યા છે. દેશમાં નાના મોટા બધા શહેરોમાં અત્યારે કોરોનાના નામે કેટલાય કૌભાંડો સામે આવી રહ્યા છે ત્યારે સીટી સ્કેનના નામે પણ ઉઘાડી લૂંટ ચાલી રહી છે. દરેક જગ્યાએ જુદા જુદા ભાવના લીધે રિપોર્ટ અંગે પણ શંકા થઇ રહી છે. કેટલીક જગ્યાએ તો સીટી સ્કેનના નામે દર્દીને સીધી ના પડી દેવામાં આવે છે. જેના લીધે દર્દીએ સંક્ર્મણ હોવા છતાં શહેરની જુદી જુદી લેબોરેટરીઓએ ભટકવું પડે છે, ખાનગી હોસ્પિટલોમાં પણ ટેસ્ટના નામે લૂંટ ચાલતી હોવાથી દર્દીને આર્થિક રીતે તો ઠીક માનસિક રીતે પણ હાનિ પહોંચી રહી છે.

(3:01 pm IST)