Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ગૂડ ન્યુઝ... દેશમાં છેલ્લા ૧૧ દિવસમાં ૧૦ લાખ લોકો સાજા થયા

જો કે કોરનાનું સંક્રમણ યથાવત : એક જ દિ'માં ૮૨ હજારથી વધુ કેસો નોંધાયા : ૧,૦૪૦ લોકોના મૃત્યુ નિપજ્યા, હાલ દેશમાં ૯,૬૫,૫૫૧ એકટીવ દર્દીઓ, કુલ આંકડો ૬૦ લાખથી ઉપર પહોંચ્યો

નવી દિલ્હી : ભારતમાં કોરોનાનો કહેર થોડો ઓછો થયો હોય એવું જણાઈ રહ્યુ છે. વિશ્વમાં અડધો કરોડથી વધુ લોકોની રીકવર થયા છે. ત્યારે ભારતમાં અન્ય દેશોની સરખામણીએ પહેલાથી રીકવરી રેટ સારો છે. છેલ્લા ૧૧ દિવસમાં ૧૦ લાખ દર્દીઓ સાજા થયા છે.

ભારતમાં રીકવરીને લઈને વધુ એક સારા સમાચાર એ છે કે છેલ્લા ૧૧ દિવસમાં ૧૦ લાખ દર્દીઓ સાજા થયા છે. જો કે ભારતમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે. એક દિવસમાં ૮૨ હજાર ૭૬૭ કેસ નોંધાયા છે. એક દિવસમાં ૭૪ હજાર ૬૭૯ લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોનાથી એક દિવસમાં ૧ હજાર ૪૦ લોકોના મૃત્યુ થયા છે.

હાલ ભારતમાં ૯,૬૫,૫૫૧ એકટીવ દર્દીઓ છે. દેશમાં કોરોનાને કારણે ૯૫,૫૭૪ લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોના સંક્રમણનો કુલ આંકડો ૬૦,૭૩,૩૪૮ પર પહોંચ્યો છે.

જયારે વિશ્વમાં કોરોનાનું સંક્રમણ વકરતુ જઈ રહ્યુ છે. એક દિવસમાં ૨ લાખ ૫૦ હજાર ૪૬૨ કેસ નોંધાયા છે. સમગ્ર વિશ્વમાં કોરોનાના કુલ કેસ ૩ કરોડ ૩૨ લાખ ૯૭ હજાર ૫૦૩ છે. વિશ્વમાં કોરોનાથી કુલ ૧૦ લાખ ૨ હજાર ૧૩૭ના મૃત્યુ થયા છે. હાલ વિશ્વમાં કોરોનાના એકટીવ કેસ ૭૬ લાખ ૬૫ હજાર ૪૭૯ કેસ છે.

(3:00 pm IST)