Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર ૩૦ સપ્ટેમ્બરે કોર્ટમાં થશે સુનાવણી

અરજીમાં દરગાહને હટાવાની માંગ કરાઇ હતી

નવી દિલ્હી તા. ૨૮ : મથુરાના કૃષ્ણ જન્મભૂમિ - દરગાહ અંગેની સુનાવણી કરવા માટે કોર્ટ તૈયાર થયું છે. મથુરાની એક કોર્ટ હિન્દુ સમુહની અરજીની ૩૦ સપ્ટેમ્બરે સુનાવણી કરશે. અરજીમાં મંદિરની પાસે બનેલી દરગાહને હટાવાની માંગ કરવામાં આવી છે.

અંદાજે અડધો ડઝન ભકતોએ શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન અને શાહી દરગાહ પ્રબંધ સમિતિ વચ્ચે પાંચ દાયકા પૂર્વે થયેલા કરારને યોગ્ય ગણાવીને તેને નાબુદ કરવા અને મસ્જિદને હટાવીને સંપૂર્ણ જમીન મંદિર ટ્રસ્ટને સોંપવાની માંગ કરી છે. અધિવકતા વિષ્ણુશંકર જૈને મથુરાની કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ૧૯૬૮માં શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થા અને શાહી દરગાહ પ્રબંધ સમિતિ વચ્ચે કરાર સંપૂર્ણ ખોટો છે અને ભગવાન કૃષ્ણ તેમજ તેના ભકતોની ઇચ્છાની વિપરીત છે તેથી તેને નાબુદ કરવામાં આવે અને મંદિર પરિસરમાં દરગાહને હટાવીને તે ભૂમિ મંદિર ટ્રસ્ટે સોંપવામાં આવે.

(2:59 pm IST)