Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

માઇનસ ૪૦ ડિગ્રીમાં દુશ્મનનો ખાતમો કરનાર ટી-૯૦ અને ટી-૭૨ ટેન્ક લદાખમાં તૈનાત કરાઈ

બીએમપી-૨ ઇન્ફન્ટ્રી કોમ્બેટ વાહનો એલએસી પાસે તૈનાત કર્યા

લદ્દાખ,સરહદ પર ચીનની તરફથી ફેંકાતા પડકારો સામે ભારતીય સેના સંપૂર્ણપણે તૈયાર છે. પૂર્વ લદ્દાખ જેવા દુર્ગમ વિસ્તારોમાં ટી-૯૦ અને ટી-૭૨ ટેન્કોને પહોંચાડી દેવામાં આવી છે. આવા વિસ્તારોમાં દુનિયાનો કોઈ દેશ ટેન્ક તૈનાત કરી શકયું નથી. લાઇન ઓફ એક્યુઅલ કંટ્રોલને અડીને આવેલા ચૂમર અને ડેમચોક વિસ્તારોમાં આ ટેન્કોની તૈનાતીથી ચીનનું ટેન્શન વધવાનું નક્કી છે. ભારતે બીએમપી-૨ ઇન્ફન્ટ્રી કોમ્બેટ વાહનો એમએસી પાસે તૈનાત કર્યા છે. તેઓ માઇનસ ૪૦ ડિગ્રી તાપમાનમાં પણ સરળતાથી કામ કરી શકે છે. એટલે કે જો ચીનની સેનાએ લદાખના બરફીલા મેદાનોમાં કોઈ ગુસ્તાખી કરી તો આ ટેન્ક આગ ઓકવાનું શરૂ કરી દેશે. ભારતે લદાખમાં જે ટી-૯૦ ટેન્કોની તૈનાતી કરી છે તે મૂળ રશિયામાં બનાવવામાં આવી છે. ભારત ટેન્કોનો ત્રીજો સૌથી મોટો ઓપરેટર છે. તેના કાફલામાં લગભગ સાડા ચાર હજાર ટેન્કનો સમાવેશ થાય (ટી-૯૦ અને તેના ર્ઝન, ટી -૭૨ અને અર્જુન) છે.ભારતમાં આ ટેન્કોને 'ભીષ્મ' નામ આપવામાં આવ્યું છે. તેમાં ૧૨૫એમએમની બંદૂક લાગેલી છે. લદાખ જેવા વિસ્તારમાં ૪૬ ટન વજનવાળી આ ટેન્કને પહોંચાડવી સરળ કામ નહોતું.

તે પોતાના બેરલમાંથી એન્ટી-ટેન્ક મિસાઇલો પણ છોડી શકે છે. આપણે તેમાં ઇઝરાયલી, ફ્રેન્ચ અને સ્વીડિશ સબ સિસ્ટમ લગાવીને તેને વધુ શ્રેષ્ઠ બનાવી છે. ટી-૭૨ ને ભારતમાં 'અજેય' કહેવામાં આવે છે. ભારતમાં આવી અંદાજે ૧૭૦૦ જેટલી ટેન્ક છે.

(2:04 pm IST)