Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કૃષિ બિલનો વિરોધ :હરિયાણા ભાજપના સાંસદ કાર છોડીને ભાગવા થયા મજબૂર

બીજેપી સાંસદ રામ કુમાર કશ્યપને ઘેરી કૃષિ બિલને લઈને પ્રશ્નો પૂછ્યા : સાંસદ ન આપી શક્યા જવાબ : વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા કાર છોડીને ત્યાંથી ભાગવું પડ્યું: વિડિઓ વાયરલ

નવી દિલ્હી : કૃષિ સુધારાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લવાયેલ નવા કૃષિ કાયદાને લઈને દેશના અનેક ભાગમાં વિરોધ પ્રદર્શન જોવાયો છે, સરકાર તરફથી આપવામાં આવેલા આશ્વાસનો છતાં ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. તક્યાંક વિરોધ દેખાડવાની સાથે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે. હરિયાણામાં ખેડૂતનો વિરોધનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રદર્શનકારીઓએ ઈંદ્રીથી બીજેપી સાંસદ રામ કુમાર કશ્યપને ઘેરી લીધા હતા. તે સાંસદને કૃષિ બિલને લઈને પ્રશ્નો પૂછી રહ્યા છે પરંતુ સાંસજ તેનો કોઈ જવાબ આપી રહ્યા નછી. વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બની ગયું હતું કે સાંસદે કાર છોડીને ત્યાંથી ભાગવું પડ્યું હતું.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને @ramanmann1974 ટ્વિટર એકાઉન્ટથી શેરક કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ભાજપ સાંસદ રામ કુમાર કશ્યપ કહી રહ્યા છે કે ખેડૂત અમારી વોટ બેંક છે. શું ભાજપ એવું કોઈ બિલ લાવીને આપણા વોટ બેંક ખરાબ કરી શકે છે. તેની પર લોકોએ ખટ્ટર મુર્દાબાદ, ભાજપ હાય હાય ના નારા લગાવ્યા છે. આ સાંભળતાં જ સાંસદ ત્યાંથી તરત ભાગી ગયા હતા.

(12:13 pm IST)