Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કોરોના વાયરસથી મોતનો ખતરો ૫૦ % ઓછો કરી દે છે વિટામીન- D

વિટામિન ડીથી ગંભીર રૂપથી બીમાર પડવાનો ખતરો ૧૩ ટકા ઓછો થઇ જાય છે

વોશિંગ્ટન,તા.૨૮: દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ જે રીતે ઝડપથી વધી રહ્યું છે, તેને જોયા બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતાવણી આપી છે કે, કોરોનાથી થતા મોતનો આંકડો ૨૦ લાખ સુધી જઈ શકે છે.

દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૯ લાખ ૯૩ હજારથી વધારે લોકોના મોત થઈ ચુકયા છે. WHOની ચેતાવણી વચ્ચે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે, કોરોના વાયરસના જે દર્દીઓમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન ડી રહેલું છે, તેમને મોતનો ખતરો ૫૦ ટકા ઓછો થઈ જાય છે.શોધકર્તાઓના સામે આવ્યું કે, જેમનામાં વિટામિન ડી પર્યાપ્ત માત્રામાં હોય છે અને તેમને કોરોના વાયરસનું સંક્રમણ થાય છે તો, હોસ્પિટલમાં તેમના મોતનો ખતરો ૫૨ ટકા ઓછો રહે છે. એવા દર્દીઓ કોરોનાની જંગ જીતી જાય છે.શોધમાં કહેવામાં આવ્યું છે કે, વિટામિન ડીથી ગંભીર રૂપથી બીમાર પડવાનો ખતરો ૧૩ ટકા ઓછો થઈ જાય છે. જેથી વિટામિન ડીની પર્યાપ્ત માત્રા હોવાથી દર્દીને વેન્ટીલેટર પર લઈ જવાનો ખતરો પણ ૪૬ ટકા ઓછઓ થઈ જાય છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, વિટામીન ડી ઈમ્યુનિટી સિસ્ટમમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. કોરોના વાયરસને હરાવવો છે તો ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરવાનું કહેવામાં આવે છે. એવામાં વિટામીન ડી કોરોના સામે લડવા ખુબ કારગર ઉપાય છે. તમને જણાવી દઈએ કે, અમેરિકામાં એવરેજ ૪૨ ટકા લોકોમાં વિટામીન ડીની અછત જોવા મળી છે. વૈજ્ઞાનિકોએ શોધમાં જોયું કે, વૃદ્ઘોમાં પણ વિટામિન ડીની અછત હોય છે. આજ કારણે વૃદ્ઘ કોરોના વાયરસની ચપેટમાં ઝડપી આવી જાય છે.

(11:41 am IST)