Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

દુબઈ અને યૂકેના યાત્રિકોથી ભારતમાં ફેલાયો કોરોના

IITના અભ્યાસમાં કરવામાં આવ્યો દાવો

નવી દિલ્હી,તા. ૨૮: ભારતમાં કોરોના વાયરસને કેર મચાવ્યો છે સતત વધી રહેલી સંક્રમિતોની સંખ્યા એક મોટી ચિંતાનું કારણ બનેલી છે. તો આ વચ્ચે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) મંડીના અભ્યાસમાં ખુલાસો થયો છે કે દુબઈ અને યૂકેના યાત્રિકો ભારતમાં કોરોના લાવવાના પ્રાથમિક સ્ત્રોત હતા. આ શોધ જર્નલ ઓફ ટ્રાવેલ મેડિસિનમાં પ્રકાશિત થઈ છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોના મુખ્ય રૂપથી આંતરરાષ્ટ્રીય યાત્રાને કારણે ભારતના વિભિન્ન રાજયોમાં ફેલાઈ ગયો.

આઈઆઈટી મંડીના સહાયક પ્રોફેસર સરિતા આઝાદે જણાવ્યું કે, કોરોનાના સંક્રમણને વૈશ્વિકથી રાષ્ટ્રીય સ્તર પર ટ્રેક કરવામાં આવ્યું. જેમાં ભારતમાં આ બીમારીના ફેલાવ કેન્દ્રીય ભૂમિકા નિભાવનાર કેટલાક સુપર સ્પ્રેડરોની ઓળખ કરવામાં આવી. દર્દીઓની યાત્રાના ઈતિહાસથી જાણવા મળ્યું કે, મોટાભાગના લોકો સ્થાનીક હતા.

અભ્યાસમાં તે જાણવા મળ્યું કે, તમિલનાડુ, દિલ્હી અને આંધ્ર પ્રદેશથી સંક્રમિત કેસોએ પોતાના સમુદાયની બહાર બીમારી ફેલાવવામાં ઓછી ભૂમિકા ભજવી. જયારે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરલ, જમ્મૂ અને કાશ્મીર તથા કર્ણાટકમાં સંક્રમિત લોકોએ સ્થાનીક પ્રસારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી અને તેમાં કેટલાક લોકોએ બીજા રાજયોમાં સંક્રમણ ફેલાવ્યું.

આઝાદે જણાવ્યું કે, આંકડાની ગણના કરેલા સાંખિકીય મેટ્રિકસથી જાણવા મળ્યું કે, દુબઈ અને યૂકેએ ભારતીય રાજયોમાં આ બીમારીને ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રિસર્ચ ટીમે જાન્યુઆરીથી એપ્રિલ સુધી સંક્રમિત દર્દીઓની યાત્રાના ઈતિહાસનો ઉપયોગ કર્યો છે કારણ કે તેમાં પ્રાથમિક ડેટા સ્ત્રોત અને એક સોશિયલ નેટવર્ક મહામારીના શરૂઆતી તબક્કામાં ફેલાવવાનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં સામે આવ્યું કે, કનેકશનની મોટી સંખ્યા સ્થાપિત કરવામાં આવી હતી. દુબઈની આઇજેન્વેકટર કેન્દ્રીયતા ઉચ્ચ હતી જેણે તેને સૌથી પ્રભાવશાળી નોડ બનાવી દીધી. આંકડાથી ગણના કરવામાં આવેલ સાંખિકીય મેટ્રિકસે ખુલાસો કર્યો કે દુબઈ અને યૂકેએ ભારતીય રાજયોમાં બીમારી ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

અભ્યાસ કરનાર આઝાદે જણાવ્યું કે, જયારે કોરોના જેવી મહામારી ફેલાઈ છે તો એક સારુ સંબોધન ભવિષ્ય માટે એક રેકોર્ડના રૂપમાં કામ કરે છે. આ કાર્યમાં અમે સમય ડેટાનો ઉપયોગ કર્યો છે. અમે તે પ્રદર્શિત કર્યું છે કે ૩૦ જાન્યુઆરીથી ૬ એપ્રિલ સુધી બીમારી વૈશ્વિક સ્તર પરથી રાષ્ટ્રીય સ્તર પર કઈ રીતે ફેલાઈ. આ મહામારીના શરૂઆતી તબક્કા દરમિયાન ભારતમાં રોગની સંચરનાને સમજવામાં એક મહત્વપૂર્ણ યોગદાન હશે.

(11:40 am IST)