Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

લોકડાઉન બાદ શું કરશે યુવાનો ? આગામી ૬ મહિનાનું પ્લાનિંગ શું છે ?

મુંબઇ,તા. ૨૮: લોકડાઉને તમામ ઉંમરના લોકોને પ્રભાવિત કર્યા છે. પરંતુ દેશના યુવાનો કોરોના મહામારીમાંથી બહાર નિકળવા માટે પોતાનું પ્લાનિંગ કરી ચૂકયા છે. દેશના ટુરિસ્ટ અને પર્યટન ક્ષેત્ર હજુ પણ કોરોના મહામારીથી પ્રભાવિત છે, પરંતુ ૭૧ ટકા યુવા આગામી છ મહિનામાં દેશમાં યાત્રા કરવા માટે તૈયાર છે. એક સર્વેક્ષણમાં આ વાત સામે આવી છે.

બિઝનેસ ઓફ ટ્રાવેલ ટ્રેડના ટ્રાવેલ સેંટિમેન્ટ ટ્રેકરના અનુસાર યુવા પર્યટન ક્ષેત્રને બહાર નિકાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેનું કારણ છે કે આંતરરાષ્ટ્રીય યાત્રા પર પાબંધીઓના લીધે ૭૧ ટકા મિલેનિયન્સ આગામી છ મહિના દરમિયાન દેશમાં યાત્રા કરવા માટે તૈયાર છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઓનલાઇન સર્વેક્ષણ સપ્ટેમ્બરમાં ત્રણ અઠવાડિયા માટે કરવામાં આવ્યો અને તેમાં છ હજારથી વધુ યુવાનોએ ભાગ લીધો.

મિલેનિયલ્સને જનરેશન વાઇ પણ કહેવામાં આવે છે. આ ૧૯૮૦ થી ૧૯૯૦ ના દાયકાના મધ્ય દરમિયાન જન્મ લેનાર પેઢી છે. સર્વેક્ષણ અનુસાર જો આ પેઢીને પરેશાનીથી મુકત યાત્રાનો અનુભવ મળે તો તે પહેલાંની તુલનામાં અત્યારે અતુલ્ય ભારતની થાહ લેવા માટે વધુ ઉત્સુક છે.

સર્વેક્ષણમાં સામેલ લગભગ ૪૨ ટકા યુવાનોએ કહ્યું કે ભારતની અંદર રજાઓની યોજના બનાવવામાં સૌથી મોટું વિધ્ન કોરોના વાયરસ મહામારી સાથે જોડાયેલી પાબંધીઓ વિશે સૂચનાઓનો અભાવ છે. આ ઉપરાંત ૩૨ ટકાએ કહ્યું કે વિશિષ્ટ ગંતવ્યોને લઇને વિશ્વાસપાત્ર યાત્રાની જાણકારીઓનો અભાવ છે.

(11:39 am IST)