Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કોર્ટે સીબીઆઇનો કાન આમળ્યો

માંસ કારોબારી મોઇન કુરૈશી સાથે જોડાયેલા કેસમાં તમારા ૩ ટોચના અધિકારીઓની પૂછપરછ કેમ ન કરી ?

નવી દિલ્હી તા. ૨૮ : દિલ્હીની એક કોર્ટે સીબીઆઇને સવાલ કર્યો છે કે તેને તેમના પૂર્વ સીબીઆઇ નિર્દેશક રંજીત સિન્હા, એપીસિંહ અને આલોક વર્માને કરોડપતિ માંસ નિકાસકાર મોઇન કુરૈશી, વિરૂધ્ધ ફેબ્રુઆરી ૨૦૧૭માં નોંધાયેલ લાંચ કેસમાં પૂછપરછ કેમ કરી નથી.

એફઆઇઆરમાં સીબીઆઇએ આરોપ લગાવ્યો હતો કે કુરૈશીએ એપીસિંહની પણ મદદ કરી જે ૨૦૧૨માં સીબીઆઇ પ્રમુખના રૂપે રીટાયર થયા હતા. સીબીઆઇની વિશેષ કોર્ટે ન્યાયાધીશ સંજીવ અગ્રવાલે એજન્સીને અનેક સવાલ કર્યા. તેઓએ કહ્યું, સીબીઆઇ તેમના પૂર્વ નિર્દેશકોમાંથી બેની ભૂમિકા સાથે જોડાયેલા કેસમાં તેમના પગને કેમ ખેંચી રહી છે. તેનાથી એ સાબિત થઇ શકે છે કે તેમના અંગે તપાસને આગળ વધારવા માટે ઉત્સુક નથી.

જજે કહ્યું કે, આ કેસમાં સીબીઆઇના પૂર્વ નિર્દેશકોમાંથી બેની ભૂમિકા તપાસના દાયરામાં છે. આ કેસમાં નિષ્પક્ષ તપાસની જરૂરીયાત છે. તેઓએ ૨૬ સપ્ટેમ્બરે તેમના આદેશમાં આ વાત કહી.

કોર્ટે એજન્સી પાસેથી એ પણ જાણવાના પ્રયત્નો કર્યા કે તેને સંભવિત શંકાસ્પદોની તપાસ અને ધરપકડમાં પૂછપરછ જેવી તપાસ અને પરીક્ષણની રીતનો ઉપયોગ કરીને કેસને તપાસમાં તાર્કિક રૂપે કેમ લાવવામાં આવ્યું નથી. કોર્ટે સીબીઆઇએ પૂછયું કે શું તપાસને રોકવામાં વર્મા દ્વારા નિભાવામાં આવી રહેલી કથિત ભૂમિકાની તપાસ કરવામાં આવી હતી.

તેના જવાબમાં સીબીઆઇએ ૨૬ સપ્ટેમ્બરે કોર્ટને જણાવ્યું કે, અત્યાર સુધીમાં ૫૪૪ દસ્તાવેજો એકત્ર કરવામાં આવ્યા હતા અને ૬૩ ગવાહોની તપાસ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા તપાસ અધિકારી દર્વિદર કુમાર, પોલીસ ઉપાધ્યક્ષે મોઇન અખ્તર કુરૈશી, પ્રદિપ કૌનરૂ, આદિત્ય શર્મા અને સતીષ બાબુ સનાની ધરપકડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

(11:38 am IST)