Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ઓક્ટોબરમાં બીજા પાંચ રાફેલ વિમાનો ભારત પહોંચશે ચીન સાથેની પૂર્વી સીમાની રક્ષા કરશે

સરહદને પાર કર્યા વિના દુશ્મનના ઠેકાણાંને નષ્ટ કરવાની ક્ષમતા

નવી દિલ્હી : ફ્રાંસે ભારતને વધુ પાંચ રાફેલ  વિમાન સોંપ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબરમાં બીજા બેંચના આ પાંચેય વિમાનો ભારત પહોંચશે. જેને પશ્ચિમ બંગાળમાં કલઇકુંડા એરફોર્સ સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે. જે ચીન સાથે જોડાયેલ પૂર્વી સીમાની રક્ષા કરશે.

રાફેલની પ્રથમ બેંચમાં શામેલ પાંચ વિમાનોને 10 સપ્ટેમ્બરના રોજ એક ઔપચારિક કાર્યક્રમ દરમ્યાન ભારતીય વાયુસેનામાં શામેલ કરવામાં આવ્યા હતાં. રાફેલની હાજરી અંબાલા એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવી છે. રાફેલને અફઘાનિસ્તાન, લીબિયા, માલી અને ઇરાકમાં ઉપયોગ કરવામાં આવી ચૂક્યાં છે અને હવે આનો ભારત પણ ઉપયોગ કરશે. 4.5 ફોર્થ જનરેશનના ફાઇટર જેટ રાફેલ આરબી-001થી 005 સીરીઝના હશે

અંબાલા એરફોર્સ સ્ટેશનમાં રાફેલની હાજરી માટે એક એવા સ્ક્વાડ્રનને જીવિત કરવામાં આવેલ છે કે જેને એરફોર્સે સમાપ્ત કરી દીધી હતી. આ સ્ક્વાડ્રનનું નામ છે 17 ગોલ્ડન એરો. ગયા વર્ષે વાયુસેનાના પૂર્વ અધ્યક્ષ બીએસ ધનોઆએ તેને જીવિત કર્યા હતાં અને આ જ સ્ક્વાડ્રન અંબાલામાં રાફેલની કમાન સંભાળી રહી છે. આમ તો આ સ્ક્વાડ્રનનું ગઠન 1 ઓક્ટોબર 1951માં કરવામાં આવ્યું હતું. પરંતુ મિગ-21 વિમાનાનો બેડામાંથી બહાર થવાની સાથે-સાથે વર્ષ 2016માં આ સ્ક્વાડ્રનને પણ સમાપ્ત કરી દેવાઇ હતી. હવે આ ગૌરવશાળી સ્ક્વાડ્રનને સૌથી ખતરનાક લડાકુ વિમાન રાફેલ માટે ફરી વાર અસ્તિત્વમાં લાવવામાં આવેલ છે.

રાફેલ એરક્રાફ્ટ સરહદ પાર કર્યા વિના દુશ્મનના ઠેકાણાંને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. એરસ્પેસ બોર્ડરને પાર કર્યા વિના રાફેલ પાકિસ્તાન અને ચીનમાં 600 કિલોમીટર સુધીના લક્ષ્યને સંપૂર્ણ રીતે પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે, ભારતીય વાયુસેનાએ અંબાલાથી 45 મિનિટમાં સરહદ પર રફાલને તૈનાત કરીને અને ત્યાંથી લક્ષ્ય ટાર્ગેટ કરીને પાકિસ્તાન અને ચીનમાં ભારે વિનાશની વ્યવસ્થા કરી લીધી છે. એર-ટુ-એર અને એર-ટુ-સરફેસ મારક ક્ષમતામાં સક્ષમ રાફેલની રેન્જ (એરબેઝથી વિમાનની ઉડાન બાદ ઓપરેશન ખતમ કરીને પરત એરબેઝ સુધી આવવાની સીમા) આમ તો 3700 કિમી કહેવાઇ રહી છે.

જો કે આ વિમાનને ફક્ત હવામાં રિફ્યૂલ કરી શકાય એમ છે. જેથી, તેની રેન્જ નિર્ધારિત રેન્જ કરતા વધુ વધારી શકાય છે. એટલે કે, જો જરૂર પડે તો રાફેલ દુશ્મનના પ્રદેશની અંદર જઈ શકે છે અને 600 કિલોમીટરથી વધુ અંતર સુધી તાબડતોડ એરસ્ટ્રાઇક પણ કરી શકે છે.

(10:49 am IST)