Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સંજય રાઉતે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લેતા રાજકીય ગરમી

મહારાષ્ટ્રમાં ફરી એક વાર રાજકીય ભૂકંપ થશે : રાઉતે રવિવારે એક ફાઈવ સ્ટાર હોટેલમાં માજી મુખ્યમંત્રી અને વિધાનસભાના વિપક્ષ નેતા ફડણવીસ મુલાકાત કરી

મુંબઈ, તા. ૨૭ : મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચેના અણબનાવો રોજેરોજ વધી રહ્યા છે અને એકબીજા સામે આરોપબાજી થઈ રહી છે ત્યારે એક રસપ્રદ ઘટના આકારિત થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના સંજય રાઉત વચ્ચે એક લાંબી મુલાકાત થઈ છે જેના પગલે રાજ્યમાં ગરમાવો આવી ગયો છે. રાઉતે રવિવારે એક ફાઈવ સ્ટાર હોટેલમાં માજી મુખ્યપ્રધાન અને વિધાનસભાના વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસની સામનાના કાર્યકારી સંપાદક સંજય રાઉતે મુલાકાત લીધી હતી અને રાજકીય વર્તુળમાં  વિવિધ અટકકળો તેજ થવા માંડી હતી.

મહારાષ્ટ્રમાં ફરી એક વાર રાજકીય ભૂકંપ થશે, એવી ચર્ચા  થવા માંડી કારણ ૨૦૧૯ના  ઓકટોબરમાં ભલે શિવસેના ભાજપ અને વિપક્ષોની મહાયુતિને બહુમતિ મળી હોવા છતાં   શિવસેનાએ મુખ્યપ્રધાન પદના કારણે  ભાજપને સત્તાથી દૂર રાખીને  હાથત ઉપર ઘડિયાળ બંધાવતા મહાવિકાસ આઘાડીની સરકાર બનાવી અને એ ધરતીના શિલ્પકાર શરદ પવાર અને સંજય રાઉત હોવાની વાતો  કહેવાતી હતી. એજ સંજય રાઉત આજે દેવેન્દ્ર ફડણવીસની મુલાકાતે જતા અટકળો બંધાવા માંડી હતી. રાઉતે જોકે, એવો બચાવ કર્યો હતો કે આ મિટિંગનો હેતુ ફડણવીસના ઈન્ટરવ્યૂનો હતો. ફડણવીસ કંઈ અમારા દુશ્મન નથી.

(12:00 am IST)