Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ખેડૂતોના વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિએ કૃષિબિલ પર હસ્તાક્ષર કર્યા : હવે બની જશે કાયદો

કેન્દ્ર ટૂંક સમયમાં આ સંબંધિત એક નોટિફિકેશન પણ જાહેર કરી શકે

નવી દિલ્હી : ભારે વિરોધ વચ્ચે સંસદમાં પાસ થયેલા ત્રણ કૃષિ વિષયક બિલ હવે કાયદો બની ગયા છે. આ બિલ સંસદમાં પાસ થયા બાદ હવે રાષ્ટ્રપતિએ તેના પર સહિ કરી દીધી છે. 

  સંસદમાં આ બિલ પાસ થયા બાદ ઠેરે ઠેર તેમા પણ ખાસ કરીને હરિયાણા અને પંજાબના ખેડૂતો તેનો ભરપૂર વિરોધ કરી રહ્યા છે. આ બિલ પાસ કરાવવાના બદલમાં મોદી સરકારે એનડીએમાંથી એક પાર્ટીની બલિ પણ આપવી પડી છે. ગત દિવસોમાં છેલ્લા 20 વર્ષથી પણ વધાર સમયથી જેની સાથે જોડાયેલા હતા, તેવી પાર્ટી અકાલી દળે એનડીએમાંથી આ બિલના વિરોધમાં અલગ થવાનું નક્કી કર્યુ હતું.

 આજે રાષ્ટ્રપતિએ આ બિલ પર સહિ કરી દીધા બાદ હવે કાયદો બની ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, કેન્દ્ર ટૂંક સમયમાં આ સંબંધિત એક નોટિફિકેશન પણ જાહેર કરી શકે છે.

(12:00 am IST)