Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટર પહેલા મહિલા અધિકારીએ આતંકીને શરણાગતિ માટે કહ્યું : વીડિયો વાયરલ થયો

એસએસપી અનિતા શર્માનો વીડિયો વાયરલ:છૂપાયેલા આંતકીને સરેન્ડર કરવા આપી સૂચના

 

જમ્મુ-કાશ્મીરના રામબનના બેટનમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર પહેલા આતંકવાદીઓને શરણાગતિ માટે પ્રોત્સાહિત કરનાર એસએસપી અનિતા શર્માનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે એક ટેરેસ પર ઉભા રહીને માઇક પર છુપાયેલા આતંકવાદીને બહાર નીકળવાનું કહેતી જોવા મળી રહી છે.

   વીડિયોમાં તે કહે છે, 'ઓસામા...ઓસામા તારી સૌની સાથે વાત કરાવીશું, તું બહાર આવી જા. અમારાથી તારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ તમને સ્પર્શશે નહીં બહાર આવા જા. નાગરિકોને પહેલા બહાર મોકલી દે. હથિયારની સાથે, બધા શસ્ત્રો તેમની સાથે બહાર મોકલ. ત્યારબાદ તેણી જણાવે છે કે, ઓસામા, તને 15 મિનિટ આપવામાં આવી છે. તને આપવામાં આવેલ સમય પૂર્ણ થયો. બહાર આવી જા.

   અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મૂ કાશ્મીરના રામબનના બટોટે વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન સેનાએ ત્રણ આંતકવાદીઓને ઠાર કર્યા છે. જ્યારે સેનાનો એક જવાન પણ શહીદ થઇ ગયો. બીજી તરફ સુરક્ષાદળોએ આતંકીઓ દ્વારા બંધક બનાવેલા તમામ નાગરિકોને સહી સલામત છોડાવ્યા છે.

(1:16 am IST)