Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

અમેરિકામાં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે આવતીકાલ ૨૯ સપ્ટેં.થી ૭ ઓકટો.૨૦૧૯ દરમિયાન નવરાત્રિ ઉત્સવઃ હવન અષ્ટમી ૬ ઓકટો. તથા શરદ પૂર્ણિમા ઉત્સવ ૧૩ ઓકટો.ના રોજ ઉજવાશે

મેરીલેન્ડઃ યુ.એસ.માં મંગલ મંદિર ૧૭૧૧૦, ન્યુ હેમ્પશાયર એવન્યુ સિલ્વર સ્પ્રિંગ, મેરીલેન્ડ મુકામે આવતીકાલ ૨૯ સપ્ટેં.થી ૭ ઓકટો.૨૦૧૯ દરમિયાન નવરાત્રિ ઉત્સવ ઉજવાશે.

ઉત્સવ અંતર્ગત દુર્ગાપુજા તથા સ્તુતિ પાઠનો સમય સાંજે ૭ વાગ્યાથી રાત્રિના ૮ વાગ્યા સુધીનો રહેશે.

આવતીકાલ ૨૯ સપ્ટેં.ના રોજ સાંજે ૭ થી ૮ વાગ્યા દરમિયાન કળશ સ્થાપન કરાશે તથા રાત્રિના ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન રાસ ગરબા યોજાશે.

૩૦ સપ્ટેં.થી ૩ ઓકટો સુધી રાસ ગરબાનો સમય રાત્રિના ૮ થી ૧૦ વાગ્યાનો રહેશે. તથા ૪ થી ૫ ઓકટો.ના રોજ રાત્રિના ૮ થી ૧૧ વાગ્યા સુધી રાસ ગરબા યોજાશે.

૬ ઓકટો.ના રોજ હવન અષ્ટમી નિમિતે બપોેરે ૨ વાગ્યાથી સાંજ ૫ વાગ્યા દરમિયાન હવન થશે. તથા રાત્રિના ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન રાસ ગરબા થશે.

૭ ઓકટો.ના રોજ રાસ ગરબાનો સમય રાત્રિના ૮ થી ૧૦ વાગ્યા સુધીનો રહેશે.

૧૩ ઓકટો.ના રોજ શરદ પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે. જે દિવસે રાસ ગરબાનો સમય રાત્રિના ૮ થી ૧૦ વાગ્યાનો રહેશે. વિશેષ વિગત મંદિરના કોન્ટેક નં. (૩૦૧)૪૨૧-૦૯૮૫ દ્વારા મળી શકશે.

(9:03 pm IST)