Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ : બે લોકોના મોત :નેતા મૌલાના હનીફ સહીત આઠ ઘાયલ

પાર્ક કરાયેલ વાહનોના કાચ તૂટયા : ફ્લોર હચ મચ્યા :કેટલીક કારમાં આગ લાગી

કરાચી : આજે સાંજે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે જેયુઆઈ (એફ) ના નેતા મૌલાના મુહમ્મદ હનીફ સહિત આઠ લોકો ઘાયલ થયા હતા

  . આ વિસ્ફોટ અબ્દુલ્લા જિલ્લાના ચમન વિસ્તારમાં થયો હતો. આ ક્ષેત્ર અફઘાનિસ્તાનને અડીને આવેલું છે. આ વિસ્ફોટના કારણે નજીકમાં પાર્ક કરેલા વાહનોના કાચ તૂટી ગયા હતા અને ફ્લોર પણ હચમચી ગયા હતા.

  ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં અનેક લોકોની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. પાક મીડિયા અનુસાર, વિસ્ફોટમાં જેયુઆઈ (એફ) ના નેતા મૌલાના મુહમ્મદ હનીફ સહિત આઠ લોકો ઘાયલ થયા છે.

  પાક પોલીસે જણાવ્યું કે વિસ્ફોટના કારણે અનેક વાહનોના કાચ તૂટી ગયા અને એક કારમાં આગ લાગી. ઘાયલોને સિઓલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, જેણે બ્લાસ્ટ કર્યો હતો તે બાઇક પર મૌલાના હનીફની ઓફિસની બહાર ઉભો હતો.

મૌલાના હનીફ ઓફિસની બહાર આવતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. મૌલાના હનીફને કોયતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(9:00 pm IST)