Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

આતંકી હુમલાના એલર્ટને પગલે દેશના 100 એરપોર્ટને રેડઝોનમાં સામેલ : 61 હવાઇઅડ્ડા પર CISF તૈનાત

પાવર પ્લાન્ટ અને સ્પેસ એજન્સીઓ અને ડીફેન્સ મેન્યુફેંકચરિંગ યુનિટ્સ સહિતને રેડઝોનમાં મુકાયા

નવી દિલ્હી : પાકિસ્તાન તરફથી આવી રહેલા ડ્રોન અને આતંકી હુમલાના એલર્ટને જોતા દેશના 100 એરપોર્ટને રેડ ઝોનમાં સામેલ કરી દેવાયા છે. જેમાં 61 એરપોર્ટ્સ પર CISF તેનાત છે. જ્યારે  બાકીના 39 એરપોર્ટની સુરક્ષા સંબંધિત રાજ્યોની પોલીસના હવાલે છે.

  આ ઉપરાંત ન્યૂક્લિયર અને સ્પેસ સાથે સંકળાયેલી સંસ્થાઓ, પાવર પ્લાન્ટ, સંવેદનશીલ સરકારી ભવન અને ડીફેન્સ મેન્યુફેંકચરિંગ યુનિટ્સ પણ રેડ ઝોનમાં સામેલ કરી દેવાયા છે.

   એરપોર્ટ અને સંવેદનશીલ ભવનોની આસપાસ ડ્રોનને નિષ્ક્રીય કરવા માટે જામર ટેકનીકની મદદ લેવામાં આવશે. આ બાબતે એનએસજીએ એક પાયલટ પ્રોજેક્ટ પૂરો કરી લીધો છે. તેમની તરફથી ફાઇનલ મંજૂરી મળ્યા બાદ તમામ એરપોર્ટ પર ડ્રોન જામ કરવાના ઉપકરણ લગાવી દેવામાં આવશે.

(8:10 pm IST)