Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

અમિતભાઇ શાહે ગુજરાત ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષપદેથી રાજીનામુ આપ્યુ

નવી દિલ્હીઃ કેન્‍દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહે ગુજરાત ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દીધુ છે. તેઓ ૨૦૧૪થી આ હોદ્દા ઉપર હતા. આ અગાઉ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી આ હોદ્દા ઉપર હતા અને વડાપ્રધાન બન્યા બાદ તેઓએ રાજીનામુ આપી દીધુ હતું.

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે સુપ્રિમ કોર્ટ અને લોઢા સમિતિના સુધારાના આદેશ બાદ રાજીનામુ આપ્યું છે. જેમાં જણાવાયું છે કે આ હોદ્દા માટે મંત્રી અને પ્રજાના પ્રતિનિધિ અયોગ્ય છે.

જો કે શ્રી અમિતભાઇ શાહના પુત્ર જય શાહ જોઇન્ટ સેક્રેટરી પદ ઉપર યથાવત રહેશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે જ્યારે શ્રી અમિતભાઇ શાહ અધ્યક્ષ બન્યા ત્યારે જીસીએ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઇ નથવાણીએ તે સમયે શ્રી અમિતભાઇ શાહના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો.

(5:08 pm IST)