Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પશ્ચિમ બંગાળ NRCથી ભયભીત : 600 દંપતિએ ફરીવાર કરી રહ્યાં છે નિકાહ : મોટાભાગનાંની વય 50 - 60થી વધુ છે

24 સાઉથ પરગના જિલ્લાના ભાંગર બ્લોકના દંપતિ એનઆરસીની ટિકિટ મેળવવા ફરીથી નિકાહ કરવા દોટ

પશ્ચિમ બંગાળમાં આવી ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં અલ્પસંખ્યક સમુદાયનાં ઘણાં દંપતિ એનઆરસીની ટિકિટ મેળવવા ફરીથી નિકાહ કરી રહ્યાં છે.

એનઆરસીનું ટેન્શન સૌથી વધારે એ જિલ્લાઓમાં જોવા મળે છે, જે બાંગ્લાદેશની બોર્ડર પર છે. એ બધા જ જિલ્લાઓમાં મોટાભાગે મુસ્લિમ આબાદી છે અને આ જ વિસ્તારોમાં સૌથી વધારે લગ્નો થઈ રહ્યાં છે, જેથી તેમને પોતાની જગ્યાએ રહેવાનું સર્ટિફિકેટ મળી જાય.

24 સાઉથ પરગના જિલ્લાના ભાંગર બ્લોકના એક મેરેજ રજિસ્ટ્રાર પાસેથી મળેલી માહિતી અનુસાર છેલ્લા એક મહિનામાં લગભગ 200 કરતાં વધારે દંપતિએ ફરીથી લગ્ન કર્યાં છે. ખાસ વાત તો એ છે કે, આ બધાં લઘુમતી સમાજનાં છે. જો આખા જિલ્લાની વાત કરવામાં આવે તો સંખ્યા વધીને 600 સુધી પહોંચી જાય.

ભાંગરના અબુ સૈયદએ જણાવ્યું કે, બધાં જ દંપતિ એનઆરસીના કારણે ફરી લગ્ન કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, છેલ્લાં 40 વર્ષોમાં ક્યારેય આવું જોવા મળ્યું નથી. 150 કરતાં વધુ તો એવાં દંપતિએ લગ્ન રજિસ્ટર કરાવ્યાં છે, જેમની ઉંમર 50 કરતાં વધારે છે.

(2:19 pm IST)