Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જમ્મુ કાશ્મીરમાં સેનાના જવાનો ઉપર આતંકી હુમલો

ગ્રેનેડ ફેંકવામાં આવી : સેના અને આતંકીઓ વચ્ચે સામસામા ફાયરીંગ : લશ્કર દ્વારા સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગર : જમ્મૂ કાશ્મીરના બટોટ-ડોડા રોડ પર લશ્કરના જવાનો પર આતંકી હુમલો થયો હતો. આ આતંકી હુમલો લશ્કરના કાફલા ઉપર કરવામાં આવ્યો હતો. કોઈ જવાનના ઘાયલ થવાના સમાચાર આવ્યા નથી.

જમ્મૂ કાશ્મીરના રામબનમાં બટોટ-ડોડા રોડ વિસ્તારમાં શુક્રવારે રાતે સુરક્ષાદળે આતંકીઓની સૂચના મળતાં જ વિસ્તારને દ્યેરી લીધો હતો. આતંકીઓ જયારે દ્યેરાઈ ચૂકયા હતા ત્યારે તેઓએ સેના પર ફાયરિંગ શરૂ કર્યું હતું. સામસામે થઈ રહેલું ફાયરિંગ શનિવાર સવાર સુધી ચાલુ રહ્યું હતું. સૂત્રોના આધારે હજુ પણ અહીં ૨-૩ આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે.

પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા આતંકીઓ ભારતીય સીમમાં હુમલા માટે વિવિધ કાવતરા રચી રહ્યા છે. ત્યારે ફરીથી જમ્મૂ-કશ્મીરમાં સેનાના કાફલા પર આતંકી હુમલો થયો છે. જમ્મૂ-કાશ્મીરના બટોટ- ડોડામાં સેનાના કાફલા પર આતંકી હુમલો થયો છે.  હુમલા બાદ સુરક્ષાબળના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધરીને આતંકીઓનો ખાતમો બોલાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોના આધારે હજુ પણ આતંકીઓ અહીં છૂપાયેલા છે. સીઆરપીએફ અને એસઓજીની સંયુકત ટીમ આ વિસ્તારમાં ફેલાયેલી છે. જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવી દેવાયા પછી સુરક્ષા એજન્સીઓએ આતંકીઓ માટે કડક પગલાં લીધા છે.

સુરક્ષાદળોના દબાણને કારણે આતંકી અને તેમના મદદગાર ઓવર ગ્રાઉન્ડ વર્કર (OGW)માંદમાં છૂપાઈ ગયા હતા. સુરક્ષાદળોએ એવી રણનીતિ બનાવી કે તેઓનો સામાન્ય લોકો સાથે સંપર્ક થઈ શકે નહીં. જેના કારણે પથ્થરમારાના બનાવો પણ ઘટ્યા છે. હાલમાં ૩૦૦ આતંકીઓ સક્રિય હોવાનું કહેવાય છે.

(1:28 pm IST)