Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પાકિસ્તાનને ખો ભુલાવવા ભારતીય નૌસેનામાં આઈએનએસ ખંડેરી સામેલ:એકસમયે વધુમાં વધુ 12 ટોરપીડો છોડી શકાશે

રાજનાથસિંહે કહ્યું ભારતીય સેના આતંકવાદને જવાબ આપવા માટે હમેશા તૈયાર રહેશે

આઇએનએસ ખંડેરી ભારતીય નૌસેનામાં સામેલ થઈ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે મુંબઈમાં આ સબમરીને ભારતીય નેવીમાં સામેલ કરાવી છે. આ પ્રસંગે નેવી ચીફ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યુ હતુ કે, કેટલાક લોકો 26-11 જેવા આતંકવાદી હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ભારતીય સેના આતંકવાદને જવાબ આપવા માટે હમેશા તૈયાર રહેશે

આઇએનએસ ખંડેરીમાં એવા અત્યાધુનિક હથિયારો લગાવવામાં આવ્યા છે. જે યુદ્ધના સમયે આસાનીથી દુશ્મનોના છક્કા છોડાવી શકે છે. આઇએનએસ ખંડેરીમાં બે પેરિસ્કોપ લગાવાયા છે. તેમજ સબમરીન પર 6 ટોરપીડો ટ્યુબ પણ બનાવવામાં આવી છે. જેના વડે ટોરપીડો છોડવામાં આવે છે. સબમરીન પરથી એક સમયે અથવા તો વધુમાં વધુ 12 ટોરપીડો છોડી શકાય છે. આ ઉપરાંત ખંડેરી માઇન્સ પણ બિછાવી શકે છે.

રાજનાથસિંહે વધુમાં કહ્યુ કે, ભારત જમ્મુ કાશ્મીરના વિકાસ માટે મહત્વના નિર્ણય લઈ રહ્યુ છે. પરંતુ કાશ્મીર જમ્મુ કાશ્મીર અંગે જુઠ્ઠાણું ફેલાવી રહ્યુ છે.

 

(1:29 pm IST)