Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

યુપીના જૈનપુરમાં ભારે વરસાદથી જળબંબાકાર:પોલીસ સ્ટેશનમાં એક ફૂટ સુધી પાણી ભરાયું

ઉત્તર પ્રદેશના જૈનપુરમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે. જૈનપુર પોલીસ સ્ટેશનમાં વરસાદના પાણી ભરાતા પોલીસ કર્મચારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારમાં એક ફૂટ સુધી પાણી ભરાયા છે.

જૈનપુરમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેથી શહેરના કેટલાક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેથી લોકો પોતાનો જીવ બચાવવા માટે સલામત સ્થળે ખસી ગયા. જ્યારે વરસાદ બાદ વહીવટી તંત્રને એલર્ટ રહેવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.

(12:49 pm IST)