Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અમેરિકાના પ્રથમ પગડી ધારી શિખ પોલિસ ઓફિસર ની હત્યા થતાં હાહાકાર, નરેન્દ્રભાઈના howdy મોદી કાર્યક્રમવાળા houstonમાં બનેલો બનાવ : જમ્મુ કાશ્મીરમાં સેનાના જવાનો ઉપર આતંકી હુમલો, ગ્રેનેડો ફેંકવામાં આવી : ઈમરાન ખાનના વિમાનને ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયો, ટેક્નિકલ ખામી સર્જાતાં વિમાન ન્યુયોર્ક પાછું વાળવામાં આવ્યું : દેશ વ્યાપી સરેરાશ ૧૦૭ ટકા વરસાદ સાથે ચોમાસુ અભૂતપૂર્વ રહ્યું : ચાર દિવસ હળવાથી અતિભારે વરસાદની સંભાવના, બીજી ઓક્ટોબરથી મેઘરાજા વિરામ લે તેવો સંભવ : રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બે થી ૮ ઇંચ કે અમુક વિસ્તારોમાં તેનાથી પણ વધુ વરસાદ ખાબકે તેવી સંભાવના : જોડિયાના જીરાગઢમાં દે ધનાધન સાત ઈંચ વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં સર્વત્ર પાણી-પાણી : ઉનામાં ૧૨ કલાકમાં સાડા ત્રણ ઇંચ ખાબક્યો, સતત વરસાદથી ખેતરોમાં પાણી, ચોમાસુ પાકને નુકસાનની ભીતિ : ધોરાજી પંથકમાં અવિરત વરસાદના કારણે કપાસ અને તલ સહિતના પાકમાં નુકસાન : ભાવનગર જિલ્લાના તળાજામાં હાથિયા નક્ષત્રના પ્રારંભે દોઢથી અઢી ઇંચ વરસાદ, લીલો દુષ્કાળ પડવાનો ભય : સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘમહેર યથાવત, જેતપુર જામકંડોરણા અબડાસા રાજુલામાં અઢીથી સાડા ત્રણ ઇંચ વરસાદ : રાજકોટમાં ૨૪ કલાકમાં એકાદ ઇંચ વરસાદ પડી ગયો : મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા, ગુજરાતમાં મોસમનો કુલ વરસાદ 131.56 ટકાએ પહોંચ્યો, આજે સવારથી 47 તાલુકામાં મેઘ સવારી ચાલુ : પાટણમાં પાંચ, ઊંઝા અને દ્વારકામાં બે, પોરબંદર અને કોડીનારમાં અડધો ઇંચ વરસાદ : કચ્છમાં સિઝનનો સરેરાશ 153 ટકા વરસાદ : ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદે ભયાનક ખાનાખરાબી સર્જી, ૨૪ કલાકમાં 55 મોત, મૃત્યુઆંક કૂદકે ને ભૂસકે વધતો જાય છે, લખનઉમાં શાળાઓ બંધ

(12:48 pm IST)