Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

નીતિ આયોગના પૂર્વ CEO સિંધુશ્રી ખુલ્લર સામે કાર્યવાહી કરવા સીબીઆઈને કેન્દ્રએ આપી મંજૂરી

સિંધુશ્રી સહીત અન્ય ત્રણ ઉચ્ચ અધિકારીઓ સામે કેસ કરવા લીલીઝંડી

નવી દિલ્હી : INX મીડિયા મામલે લાગે છે કે હજી બીજી કેટલીક ધરપકડ બાકી છે. કેન્દ્ર સરકારે હાલમાં આપેલા આદેશ આ વાત તરફ ઇશારો કરી રહ્યું છે જેમાં સરકારે નીતિ આયોગના પૂર્વ CEO વિરુધ્ધ CBIને કેસ ચલાવવાની મંજૂરી આપી છે.

   સરકારના આ આદેશ અંગે એક અધિકારીએ કહ્યું કે કેન્દ્ર સરકારે CBI ને નીતિ આયોગની પૂર્વ CEO સિંધુશ્રી ખુલ્લર સામે કેસ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે. સિંધુશ્રી ખુલ્લરની સાથે સરકારે સૂક્ષ્‍મ, લઘૂ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના પૂર્વ સચિવ અનૂપ કે. પૂજારી, નાણા મંત્રાલયમાં તત્કાલીન નિદેશક પ્રબોધ સક્સેના અને આર્થિક મામલા વિભાગના પૂર્વ મંત્રી રવિન્દ્ર પ્રસાદ વિરુધ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી છે.

કેન્દ્ર સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પી. ચિદમ્બરમ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. જો કે ત્યારબાદ CBIએ ઝડપથી કાર્યવાહી કરતાં ધરપકડ કરી હતી. સિંધુશ્રી ખુલ્લર 2004 અને 2008 દરમિયાન આર્થિક મામલા વિભાગમાં અધિક સચિવ તરીકે કાર્યરત રહી ચૂક્યાં છે. ખુલ્લર અને પૂજારી 2006 અને 2010 દરમિયાન સંયુક્ત સચિવ હતા.

(12:47 pm IST)