Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

સ્કૂટી વાળી યુવતીની ગાંધીગીરી: રૉન્ગ સાઇડથી આવતા બસ ચાલકને રસ્તો બદલવા મજબૂર કર્યો

યુવતી ઘણા સમય સુધી અડગ ઉભી રહે છે:બસ ડ્રાઇવરે પોતાનો રસ્તો બદલવો પડ્યો

નવી દિલ્હી : દેશમાં જ્યારથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયો છે ત્યારથી જ ટ્રાફિક નિયમોના ઉલંલઘન કરનારાઓને ભારે દંડ ચુકવવો પડી રહ્યો છે. જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી, તેમાં પણ સૌથી મોટી સમસ્ય તે લોકોની છે જે રૉન્ગ સાઇડ ડ્રાઇવ કરે છે.જો કે હવે રૉન્ગ સાઇડ ચાલનારાઓ પાસેથી પણ ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે

આવી જ રીતે રૉન્ગ સાઇડમાં ચાલનારા એક શખ્સને સ્કૂટી સવાર યુવતીએ જબરદસ્ત પાઠ ભણાવ્યો હતો  જે બાદ તે ડ્રાઇવર રૉન્ગ સાઇડમાં ડ્રાઇવ કરતાં હજાર વાર વિચારશે.

કેરલનો આ વીડિયો સામે આવ્યો છે જેમાં  જોઇ શકો છો કે સ્કૂટી ચાલક યુવતી પોતાની લેનમાં ચાલી રહી હોય છે ત્યારે રૉન્ગ સાઇડથી એક બસ તેની સામે આવી જાય છે. બસને જોઇને યુવતી પોતાનો રસ્તો બદલતી નથી અને સ્કૂટી રોકીને ત્યાં જ ઉભી રહી જાય છે. જ્યારે યુવતી ઘણા સમય સુધી ત્યાંને ત્યાં અડગ ઉભી રહે છે તો બસ ડ્રાઇવરે મજબૂરીમાં પોતાનો રસ્તો બદલવો પડે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો યુવતીના વખાણ કરી રહ્યાં છે.

એક તરફ લોકો આ યુવતીના વખાણ કરી રહ્યાં છે ત્યાં બીજી તરફ એવા લોકો પણ છે જે તેની મજાક ઉડાવી રહ્યાં છે. નૉર્થ ઇન્ડિયાની વાત કરતાં લોકો કહી રહ્યાં છે કે જો ઉત્તર ભારતમાં આવી ઘટના ઘટી હોત તો બસ સ્કૂટી ઉડાવીને આગળ વધી ગઇ હોત.

(12:21 pm IST)