Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

કોંગ્રેસી નેતા માનક અગરવાલના આકરા પ્રહારો

સંઘના લોકો લગ્ન નથી કરતા, મોહન ભાગવત પણ પરણી જાય

ભોપાલ : તા ૨૮ :  મધ્ય પ્રદેશના બહુચર્ચિત હનીટ્રેપ કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ શ્રહ્યા છે. હવે આ કેસમાં રાજયના એક ડઝન મોટાઅધિકારીઓ અને ૮ ભૂતપૂર્વ પ્રધાનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. હવે કોન્ગ્રેસીનેતા માનક અગ્રવાલેબીજેપી અને આરએસએસ પરનિશાન સાધતા શુક્રવારે કહ્યું કે એસઆઇટી તપાસ કરી રશી છે. આ બધુૅ શિવરાજજીના સમયથી શરૂ થયું આમા મોટી સંખ્યામાં બીજેપીના નેતા સામેલ છે. આ શવે પ-૬ રાજયો સુધી ફેલાઇ ગયું છે. માનક અગ્રવાલે આરએસએસને નિશાન બનાવતાં કહ્યું કે આનું એક સૌતી મોટુંકારણ એ છેકે આરએસએસના લોકો લગ્ન નથી કરતા. આરએસએસના લોકોએ લગ્ન કરવા જોઇએ. મોહન ભાગવતે પણ લગ્ન કરવા જોઇએ.દેશનું સૌથી મોટું બ્લેક-મેઇલિંગ સેકસ સ્કેન્ડલ કહેવાતા આ કેસ સાથે જોડાયેલી ૪૦૦૦ ફાઇલો તપાસ એજન્સીઓને મળી ચુકી છે, અને ફાઇલોના મળવાનો સિલસિલો હજી ચાલુ છે.

(11:20 am IST)