Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જોડિયાનાં જીરાગઢમાં દે ધનાધન ૭ ઇંચ વરસાદ

ગ્રામ્ય વિસ્તારોમાં ભુક્કા બોલાવતા મેઘરાજાઃ સર્વત્ર પાણી - પાણી

જોડિયા તા.૨૮: જામનગર જીલ્લાના જોડિયામાં કાલે સાડા પાંચ ઇંચ વરસ્યો હતો જયારે જીરાગઢમાં ધોધમાર ૭ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે.

જીરાગઢના સરપંચ ઘનશ્યામભાઇ મગનભાઇ રાઠોડે જણાવ્યુ હતુ કે કાલે બપોરના ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને જીરાગઢમા ૭ ઇંચ વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ હતુ અને આજી-૪ ડેમમા નવા નીર આવ્યા છે.

કાલે બપોર પછી મેઘમહેર મુશળધારે જોડિયા પંથકમાં એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી ૧૨૨ એમએમ, પાંચ ઇંચ વરસાદથી હેત વરસાવ્યો છે. ખેતરો ખેત તલાવડી બન્યા. જયારગે ઉડ '૨'ડેમના પાંચ દરવાજા બે ફુટ ખોલવાથી જોડિયાના મસાણિયા ચેકડેમ છઠી વખત છલકાયને દરિયામાં વેહતુ થયુ જયારે નિચાણવાળા વિસ્તારમાં ગોઠણ સમા પાણીમાં લોકોનું અવર-જવર ઉપરાંત જોડિયા તથા બાદનપર અને લક્ષ્મીપરા વિસ્તાર માટે  એક માત્ર જાહેર રસ્તા પર વરસાદનૂ પાણી ફરી વળેલ જોડિયા પંથક મૌસમનો કુલ વરસાદ ૧૧૬૨ એમએમ નોંધાયો છે.

(11:12 am IST)