Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ખેલૈયાઓના ટ્રેડિશનલ ડ્રેસ અને ઓર્નામેન્ટ બજારમાં ગરમાવોઃ ચણિયાચોળી સદાબહાર

ગર્વશીલ પરંપરા ગરબાના માંડવેઃ ચોતરફ ઘેરવાળા ચણિયાચોલીની આભાઃ ઓકસોડાઇઝની જવેલરીની વેરાઇટીની પણ માંગ

રાજકોટ, તા.૨૮ : અધ્યાશકિતની આરાધનાનું પર્વ નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ગરબે રમવા ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળે છે અર્વાચીન રાસોત્સવના આયોજકો સાથે ખેલૈયાઓ પણ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે ખેલૈયાઓનાં ટ્રેડીશનલ ડ્રેસ અને ઓર્મેન્ટના બજારમાં પણ ગરમાવો આવ્યો છે. ખેલૈયાઓઅનેરો ઉત્સાહ સાથે ડ્રેસિંગ અને જવેલરીની ખરીદી કરી રહ્યાં છે આધુનિક અને ફોર્મલ ડ્રેસ વચ્ચે નવરાત્રિની રાત્રી રંગબેરંગી ચણિયાચોળીથી છવાઈ જાય છે. શહેરની મોર્ડન યુવતીઓ પણ જિન્સ, સ્કર્ટ અને બીજા મોર્ડન ડ્રેસને બદલે ચણિયાચોળી પહેરે છે.ચણિયાચોળીનું નવરાત્રીએ અનેરું મહત્વ બને છે જાણે ગુજરાતની પરંપરા ગરબાના માંડવે હિલોળા લઈ રહી છે. ચોતરફ ઘેરવાળા ચણિયા છવાઈ જાય છે.

નવરાત્રીના આ પાવન દિવસોમાં પરંપરાગત ગુજરાત ચણિયાચોળીના માધ્યમથી પાછું ફરી આવતું જણાય છે ચણિયાચોળીમાં સજેલી શહેરની યુવતીઓ પણ એક વિશેષ આભા ઉભી કરે છે જયારે ચણીયાચોળી સ્પેશયલ હોય ત્યારે તેની સાથે તેની મેચીંગ જવેલરી પણ એક કંમ્પ્લીટ લુક માટે ખુબજ મહત્વની છે. સામાન્ય રીતે ઓકસોડાઇઝની જવેલરીની વેરાઇટી માર્કેટમાં જોવા મળતી હોય છે. પરંતુ તેની સાથે હવે થ્રેડ વર્ક વાળી જવેલરીની પણ આ વર્ષે મોટી ડીમાન્ડ છે. જો કે લો ગાર્ડન માર્કેટ સ્ટોન અને ફાઇબર એસેસરીઝ પણ ડિમાન્ડમાં રહે છે.

(11:00 am IST)