Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

અર્વાચીન રાસોત્સવમાં થનગનાટ કરશે ખેલૈયાઓ

ધમાકેદાર સંગીત - ચુનંદા ગાયકો અવનવા સ્ટેપ્સ અને અવનવા વસ્ત્રોમાં ખેલૈયાઓ ખીલશે * રૂ.૫ થી ૨૫ હજારનો ખર્ચ કરતા યુવક - યુવતીઓ * આયોજકો દ્વારા અવનવી સ્કીમ, સંતાનોને ઉજવણીનો અભરખો : વાલીઓને સતાવતો ઉજાગરો

રાજકોટ : આવતીકાલથી સમી સાંજ પડશે અને નયનરમ્ય વસ્ત્રોમાં સજ્જ થઈ અર્વાચીન રાસોત્સવમાં અવનવા સ્ટેપ ઉપર થનગનાટ કરવા ખેલૈયાઓ ખૂબ ઉત્સુક છે. ખેલૈયાઓ માટે હવે રાત્રી ટૂંકી અને દિવસ લાંબો બનશે કારણ કે, અર્વાચીન રાસોત્સવમાં ધમાકેદાર આયોજનમાં ખેલૈયાઓનો નવરાત્રીનો રંગ અનોખો જ હોય છે.

નવ દિવસના આ પર્વને ઉપરોકત સ્ટાઇલથી ઉજવવા પાછળ એક વ્યકિત રૂ.પ૦૦૦ થી રપ,૦૦૦ રૂ. સુધી સરળતાથી ખર્ચો કરે છ.ે

આ વાત તો થઇ તૈયાર થવાની રમવા જવા માટે સારા મેદાનમાં મોંઘાદાટ પાસો કયાંક દરરોજના પાસ ઉપલબ્ધ હોય છે તો કયાક ૧૦ દિવસના પાસ મળતા હોય છે. મોંઘીદાટ ફી આપી આ પાસ લઇને ખેલૈયાઓ રમવા આતુર હોય છ.ે પરંતુ અનેક સામાન્ય પરિવારોને ઉપરોકત ખર્ચાઓ પરવડતા નથી કે તેમના બજેટમાં નથી હોતા પરંતુ આધંળુ અનુકરણ દેખાદેખી...તથા સંતાનોના હઠાગ્રહ સામે માતા-પિતાઓએ નમતુ જોખવું જ પડે છે.

આજની યુવાપેઢીને તો મોટામા મોટુ આયોજકના ગરબામાં રમવા જવું છે, હોટલનું ગ્રાઉન્ડ હોય, પાર્ટી પ્લોટ હોય કે પછી હોય વિશાળ એ.સી.હોલ ત્યા રમીને વટ મારવો છે ભલે આજે કદાચ, તમામ ખેલયાઓ એક સરખા ના હોય પરંતુ આજના ખૈલૈયાઓ જે રીતે ઠાઠમાઠથી તૈયાર થઇને રમતા હોય એ જોતા એવું જ લાગે કે આમા શ્રદ્ધાને બાજુએ મુકી એકબીજાને લલચાવવાની કોઇ તક જવા ના દેવી....

આયોજક દ્વારા ઉપરોકત વિવિધ ખર્ચાઓ કાઢવા માટે મોટા સ્પોન્સરો તથા મસમોટી ફી વસુલી પાસ દ્વારા આવક ઉભી કરાય છે હવે વિવિધ પ્રકારના આટલા ખર્ચાઓ આમ છતાં કયારેક મોટા સ્પોન્સરો ના મલે....કયારેક મોટુ ક્રાઉડ ભેગુ ના કરી શકે...તો કાયરેક વરસાદ વિલન બને આવા વેળાએ આયોજકોને ખોટ વેઠવાનો વારો પણ આવે છે.

યુવાપેઢી આ નવ દિવસ જાણે મોજમસ્તીના ધુબાકા મારી આનંદની ધમાચકડી મચાવે છે સાંજથી જ તૈયારીઓમાં લાગી જઇ ગરબા રમવા જઇ કયારેક મધરાત્રે તો કયારેક પરોઢિયે પાછા ફરે છે.

પરંતુ આમા કપરી સ્થિતીમાં મુકાય છેમાતા-પિતા કે વાલીઓ...પોતાના સંતાનો પછી તે દીકરો હોય કે દીકરી...કયા જાય છે. શું કરે છે. કોની સાથે રમે છે એ ચિંતાનો વિષય બની ગયો છે. સમાજમા વધતા અમુક પ્રકારના કિસ્સાઓથી પોતાના સંતાનો સંસ્કારી હોવા છતા આજના માતા-પિતાને સતત ભય રહેતો હોયછે એક રીતે કહીએ તો મોજ મસ્તી અને ધમાચકડી સંતાનોની અને ઉજાગરા માતા-પિતાને આમ છતા માતા-પિતા સંતાનોને હોંશે હોશે રમવા મોકલે છે.

(11:00 am IST)