Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

યુનોમાં 'બસ કરો'ની લાલબત્તી થઇ છતા ઇમરાન ૫૦ મિનિટ સુધી 'બળાપા' કાઢતા રહ્યાં

માત્ર ૧૫ મિનિટ જ બોલવાનું હતું: આબરૂનાં કર્યા ધજાગરા

ન્યૂયોર્ક, તા.૨૮: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને યુએનમાં પોતાની બેઇજ્જતી પોતે જ કરાવી હતી. તમામ નેતાઓએ બોલવા માટે ૧૫ મિનિટનો જ સમય આપવામાં આવ્યો હતો પરંતુ ઇમરાન ખાન આશરે ૫૦ મિનિટ સુધી બોલતા રહ્યા. નિશ્યિત સમય સીમાની ખબર જ નહોતી રહી. તેમના ભાષણનો મોટા ભાગનો હિસ્સો ઇસ્લામ, કાશ્મીર અને વડાપ્રધાન મોદીની આસપાસ જ રહ્યો. જેવું તેમણે ૧૫ મિનિટથી લાંબુ પોતાનું ભાષણ આપવાનું ચાલુ કર્યું, તેમની સામે લાલબત્તી બ્લિંક કરવા લાગી, જો કે ફરીથી તેણે સતત પોતાનું લાંબુ ભાષણ આપવાનું ચાલુ કર્યું, તેની સામેની લાલબત્તી બ્લિંક થવા લાગી હતી, તેમ છતા પણ તેઓ સતત બોલતા રહ્યા. ઇમરાનની વિપરિત વડાપ્રધાન મોદીએ સમય સીમાનું સંપુર્ણ સન્માન કર્યું. તેમણે પોતાનું ભાષણ માત્ર ૧૭ મિનિટમાં જ પુર્ણ કરી દીધું. જેમાં તેમણે સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો.

યુએનનાં મંચ પર ઇમરાન માત્ર મોદી-મોદી કરતા રહ્યા. સંયુકત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે પ્રોપેગેંડા ચલાવવાનો પ્રયાસ કર્યો છે. કાશ્મીર અંગે અસત્યના ચોપડા ઉથલાવતા પરમાણુ જંગની ધમકી પણ ઉચ્ચારી. પાકિસ્તાની વડાપ્રધાને કહ્યં કે, જો અમે પરમાણુ યુદ્ઘ તરફ આગળ વધીએ તો તેના માટે યુએન જવાબદાર રહેશે. એટલા માટે ૧૯૪૫માં સંયુકત રાષ્ટ્રની રચના થઇ હતી. તમારે તેને અટકાવવું પડશે. જો બંન્ને દેશ વચ્ચે પરંપરાગત યુદ્ઘ થાય છે તો કંઇ પણ થઇ શકે છે. પરંતુ તમે વિચારો કે જો કોઇ દેશ પોતાનાં પાડોશી દેશની તુલનાએ ૭ ગણો નાનો હોય તો પછી તેની સામે કયો વિકલ્પ છે. પોતાને સરેન્ડર કરવું કરે પછી લડતા લડતા મરવું. અમે લડવાનો રસ્તો જ અપનાવીશું.

(10:08 am IST)