Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

શેરબ્રોકર કંપની શેયરખાનને મંદીનો ડંખઃ આવક ઘટીઃ ૪૦૦ કર્મચારીઓને પાણીચૂ

માર્કેટની પ્રતિકુળ અમીર પણ પડીઃ ખર્ચા વધતા જાય છે

મુંબઇ, તા.૨૮: BNP પરિબાસની રિટેલ બ્રોકિંગ કંપની શેરખાન સંકટમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ કંપનીએ ૪૦૦ જેટલા કર્મચારીઓને કંપની છોડી દેવા જણાવ્યું છે. ઓનલાઈન બ્રોકિંગની પદ્ઘતિમાં હવે પરિવર્તન આવી રહ્યું છે. કંપનીની રેવન્યુ ઘટી રહી છે જેને કારણે સ્ટાફના પગાર પાછળ થતો ખર્ચ ઘટાડવા કંપનીએ ૪૦૦ કર્મચારીઓની છટણી કરવાનું નક્કી કર્યુ છે.

સમગ્ર મામલાથી પરિચિત એક સૂત્રએ ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યું, ૪૦૦ કર્મચારીઓને કંપની છોડી દેવા જણાવાયું છે અને આવનારા અઠવાડિયાઓમાં વધુ કર્મચારીઓને નોકરી ગુમાવાનો વારો આવશે. સેલ્સ અને સપોર્ટ ફંકશન્સ ડિપાર્ટમેન્ટમાંથી મોટા ભાગના લોકોને રસ્તો બતાવી દેવાયો છે. ઈ-મેઈલના જવાબમાં શેરખાનના પ્રવકતાએ જણાવ્યું કે ૩૫૦ જેટલા સ્ટાફની છટણી કરવામાં આવી છે.

પ્રવકતાએ જણાવ્યું, અમે ગ્રાહકોની જરૂરિયાત સંતોષવા માટે અમારા બિઝનેસને વિસ્તારી રહ્યા છે, જેમાં વેલ્યુ એડેડ એડવાઈઝરી સર્વિસનો સમાવેશ થાય છે. અમે એ ક્ષેત્રમાં નવા લોકોને હાયર કરી રહ્યા છીએ. અમારા ગ્રાહકોની અપેક્ષા સંતોષવા માટે અમે વધારે ડિજિટલ સેવા પણ પૂરી પાડી રહ્યા છીએ. આવનારા થોડા મહિનામાં કંપનીની આ પ્રક્રિયા પૂર્ણ થશે. તેની અસર ૩૫૦ જેટલા કર્મચારીઓ પર પડી છે. જો કે કંપનીએ એ વાતની સ્પષ્ટતા ન કરી કે વધારે કર્મચારીઓને નોકરી ગુમાવવી પડી શકે છે કે કેમ.

ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા મુજબ શેરખાનમાં ૩૦૦૦ જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. હવે તેમાંથી છટણી શરૂ કરવામાં આવી છે. કંપનીએ ફ્રેન્ચાઈઝ બેઝડ મોડેલમાંથી ડિજિટલ પ્લેટફોર્મ અપનાવ્યું ત્યાર પછી કંપનીએ ખર્ચ ઘટાડવાનું શરૂ કર્યું છે. અંદરના સૂત્રો જણઆવે છે કે બ્રોકિંગ ફર્મ ડિસ્કાઉન્ટ આપતી હોવાથી તે પ્રતિસ્પર્ધામાં કંપનીના પરંપરાગત બ્રોકિંગ મોડેલને ટકાવવું મુશ્કેલ હતું. ફ્રેન્ચાઈઝી મોડેલમાં કંપનીને અમુક નિયમોનું પાલન કરવામાં તકલીફ પડતી હતી. આથી કંપનીની પેરેન્ટ ફ્રેન્ચ કંપની BNP નારાજ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે ફ્રેન્ચ કંપની BNPએનવેમ્બર ૨૦૧૬માં ખાનગી ઈકિવટી કંપનીઓ પાસેથી શેરખાન હસ્તગત કરી હતી. ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા મુજબ બ્રોકિંગ ફર્મ્સની રેવન્યુમાં પણ દ્યટાડો થયો છે. IIFL સિકયોરિટીઝના સીઈઓ અરિંદમ ચંદા જણાવે છે, ડિસ્કાઉન્ટ બ્રોકિંગ ફર્મ્સને કારણે આવક ૩ટી છે જયારે ટેકનોલોજીની દિશામાં થતા ખર્ચમાં ખૂબ જ વધારો થયો છે. મિડ અને સ્મોલ કેપ સ્ટોકમાં જાન્યુઆરી ૨૦૧૮ પછી જે પડતી આવી છે તેમાં રિટેલ ઈન્વેસ્ટર્સની હાલત ખરાબ થઈ ગઈ છે.

જાન્યુઆરી ૨૦૧૮થી સેન્સેકસ ૧૫ ટકા ઉપર ગયો છે પરંતુ BSEની મિડ કેપ અને સ્મોલકેપમાં ૧૯ અને ૩૦ ટકાનો ઘટાડો થયો છે. માર્કેટની પ્રતિકૂળ સ્થિતિની અસર બ્રોકિંગ કંપનીઓ પર પડી છે. મોતીલાલ ઓસ્વાલ ફાયનાન્શિયલ સર્વિસિસના ૧૨ મહિના ચોખ્ખા નફામાં ૪૬ ટકાનો ઘટાડો થયો છે. જિયોજિત ફાયનાન્શિયલ સર્વિસિસમાં ૬૧ ટકાનો, એમકે ગ્લોબલના નફામાં ૭૦ ટકાનો ઘટાડો થયો છે.

(10:04 am IST)