Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

દાંતેવાડા પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય :ભાજપનો પરાજય

દેવતી કર્માએ ભાજપના ઉમેદવારને 11 હજારથી વધુ મતથી પરાજય આપ્યો : મુખ્યમંત્રીએ જનતાની જીત ગણાવી

દાંતેવાડા વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દેવતી કર્માનો વિજય થયો છે દેવતી કર્માએ ભાજપના ઉમેદવાર ઓજસ્વી મંડાવીને 11193 મતથી પરાજય આપ્યો છે

 અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન 9 એપ્રિલે નક્સલીઓએ ધારાસભ્ય ભીમા મંડાવીની હત્યા કરતા સીટ ખાલી પડી હતી

 દાંતેવાડા પેટાચૂંટણીમાં 23મી સપ્ટેમ્બરે મતદાન થયું હતું કુલ નવ ઉમેદવાર મેદાનમાં હતા જીત બાદ દેવતી કર્માએ જનતાને ધન્યવાદ કર્યા હતા અને કહ્યું હતું કે તેની દાંતેવાડાની જનતાના હિતમાં કામ કરશે

  મુખ્યમંત્રી ભૂપેશ બધેલે દાંતેવાડાની જીતનો શ્રેય જનતાને આપ્યો હતો મુખ્યમન્ત્રીએ કહ્યું કે અહીંના કાર્યકર્તા અને મતદાતાઓએ ભારે બહુમતીએ જીત અપાવી છે તે તમામનો ધન્યવાદ કરું છું દાંતેવાડા બાદ ચિત્રકૂટમાં પણ આ પ્રકારની રણનીતિ અપનાવીને જીત હાંસલ કરવા બિશ્વાસ વ્યક્ત કર્યો હતો

(10:17 pm IST)