Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

અમેરિકાની કનેકટીકટ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે આવેલા ભારતીય સ્ટુડન્ટસનુ સ્વાગતઃ GOPIO કનેકટીકટ ચેપ્ટરના ઉપક્રમે વેલકમ પ્રોગ્રામ યોજાયોઃ સ્ટુડન્ટસને સ્ટડી, નોકરી, વિઝા, નાગરિકત્વ વિષયક માર્ગદર્શન અપાયું

  કનેકટીકટઃ ''ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્ડિયન ઓરીજીન GOPIO ના ઉપક્રમે યુ.એસ. ના કનેકટીકટ ચેપ્ટરે તાજેતરમાં ૧૩ સપ્ટે. ર૦૧૯ ના રોજ યુનિવર્સિટી ઓફ કનેકટીકટ સ્કૂલ ઓફ બિઝનેસના નવા ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસને આવકારતા પ્રોગ્રામનું આયોજન કર્યુ હતુ.

સ્ટેમ ફોર્ડ કેમ્પસમાં યોજાયેલા નેટવર્કીગ અને ડીનર પ્રોગ્રામમાં નવા ઇન્ડિયન સ્ટુડન્ટસને GOPIO ની પ્રવૃતિઓથી વાકેફગાર કરાયા હતા. તથા ઓર્ગેનાઇઝેશન વિષયક માહિતી આપવામાં આવી હતી.

આ તકે GOPIO ઇન્ટરનેશનલ ચેરમેન ડો. થોમસ અબ્રાહમએ સહુનુ સ્વાગત કર્યુ હતુ. તથા અન્ય હોદેદારોએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. નવા સ્ટુડન્ટસે અભ્યાસ તથા ત્યારબાદ નોકરી, તેમજ વીઝા અને નાગરિકત્વ વિષયક પ્રશ્નો પૂછયાં હતા. જેના પેનલ મેમ્બર્સએ સંતોષકારક જવાબો આપ્યા હતા.

(8:32 am IST)