Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ઓવરસીઝ સીટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ મેળવવા માટેની પ્રક્રિયા વધુ સરળ બનાવાઈ : બે તબક્કાના અરજી ફોર્મને બદલે એક જ તબક્કામાં અરજી પત્રક મોકલવાનું રહેશે : વોશિંગટન ખાતેના ભારતીય દૂતાવાસની ઘોષણા

વોશિંગટન : હવેથી ઓવરસીઝ સીટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ મેળવવા માટેની પ્રક્રિયા વધુ સરળ બનાવાઈ છે.તેવું તાજેતરમાં યુ.એસ.ના વોશિંગટન સ્થિત ભારતીય દૂતાવાસએ જણાવ્યું છે. જે મુજબ હવે ઇન્ડિયન અમેરિકન અમરિકન અરજદારે બે તબક્કાના અરજી ફોર્મને બદલે એક જ તબક્કામાં અરજી પત્રક મોકલવાનું રહેશે જેમાં જરૂરી દસ્તાવેજો સાથેની અરજી ડાયરેક્ટ ભારત સરકારની વેબસાઈટ https://ociservices.gov.in/welcome ને મોકલી શકાશે ઉપરાંત વોશિંગટન ખાતેના ભારતીય દૂતાવાસ તેમજ કોન્સ્યુલર જનરલ ઓફ ઇન્ડિયા એટલાન્ટા ,શિકાગો ,હ્યુસ્ટન ,ન્યુયોર્ક ,તથા સાન ફ્રાન્સિસ્કોને પણ મોકલી શકાશે

બાદમાં અરજી પત્રકની પ્રિન્ટ ઓઉટસોર્સીંગ પાર્ટનર Cox & Kings Global Services officeને નક્કી કરેલા સ્થાનો ઉપર મોકલી દેવાની રહેશે ફોર્મ ભરવાની પ્રક્રિયા ,તે માટેના જરૂરી દસ્તાવેજો ,ફી ,સહિતની વિગત  CKGS ની વેબસાઈટ  https://www.in.ckgs.us/oci/how-to-apply.દ્વારા જાણી શકાશે તેમ જણાવાયું છે.

(1:40 pm IST)