Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

યુ.એસ.માં ઇન્ડો અમેરિકન ફોરમ ઓફ ફોર્ટ બેન્ડના ઉપક્રમે આવતીકાલ ર૯ સપ્ટે. શનિવારે '' નવરાત્રિ ઉત્સવ'' ઉજવાશેઃ ગુજરાતના સુવિખ્યાત ગાયક શ્રી ભાનુભાઇ વોરાનું ગૃપ રાસ ગરબા તથા દાંડીયા રાસ સાથે ખેલૈયાઓને ઘુમાવશેઃ બેસ્ટ ડ્રેસ, બેસ્ટ ડાન્સ,સહિતના ઇનામો અપાશે

 

ટેકસાસ : યુ.એસ.માં '' ઇન્ડો અમેરિકન ફોરમ ઓફ ફોર્ટ બેન્ડ'' ના ઉપક્રમે આવતીકાલ ર૯ સપ્ટે. ર૦૧૮ ના રોજ  સ્ટેફોર્ડ સેન્ટર, સ્ટેફોર્ડ ટેકસાસ મુકામે  નવરાત્રિ ઉત્સવ ઉજવાશે.

I A F  ના ઉપક્રમે છેલ્લા ૧૦ વર્ષથી ઉજવાઇ રહેલા આ ઉત્સવમા ગુજરાતના સુવિખ્યાત ગાયક શ્રી ભાનુભાઇ વોરા તથા  તેમનું ગૃપ ખેલૈયઓને ગરબે ઘુમાવશે. તથા રાસગરબા અને દાંડીયા રાસની રમઝટ બોલાવશે.

ઉપરાતં આ પ્રસંગે  '' બેસ્ટ ડ્રેસ, તથા બેસ્ટ ડાન્સ ની સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે. જેના વિજેતાઓને ઇનામો અપાશે.

ટિકિટ માટે www.sulekha.com  દ્વારા સંપર્ક સાધી શકાશે તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(11:10 pm IST)