Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ભીમા કોરેગાંવ કેસમાં આરોપીઓને ઝટકો : SIT ની રચના કરવા સુપ્રિમકોર્ટનો ઇન્કાર

આરોપીઓ રાહત માટે ટ્રાયલ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે

 

નવી દિલ્હી :ભીમા કોરેગાંવ નક્સલ લિંક મામલે સુપ્રીમ કોર્ટે એસઆઈટીની રચના કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે, મામલે પુણે પોલીસ તપાસ કરશે. કોર્ટે આરોપીઓની ધરપકડ અંગે દખલ દેવાનો પણ ઇનકાર કર્યો છે. કોર્ટે તમામ એક્ટિવિસ્ટની નજર કેદની સમય મર્યાદા ચાર સપ્તાહ સુધી વધારી છે. કોર્ટે કહ્યું કે, આરોપીઓ રાહત માટે ટ્રાયલ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે.

  આરોપીઓને નક્કી  કરવાનો અધિકાર નથી કે કોણ કેસની તપાસ કરશે. જેથી જસ્ટિસ ખાનલિકરે SITની રચના કરવાનો ઇનકાર કર્યો હતો કોર્ટે કહ્યું કે,એક્સિટવિસ્ટની ધરપકડ રાજકીય નથીનક્સલ લિંક મામલે મહારાષ્ટ્ર પોલીસે પાંચ એક્સિટવિસ્ટની ધરપકડ કરી હતી. જેમા હૈદરાબાદથી નક્સલ લિંક મામલે વરવર રાવ, દિલ્હીથી ગૌતમ નવલખા, હરિયાણાથી સુધા ભારદ્વાજ અને મહારાષ્ટ્રથી અરૂણ ફરેરા અને વેરનોન ગોન્જેલન્સની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તમામ આરોપીઓ પોલીસની નજરમાં કેદ છે.

-- 

(9:55 pm IST)