Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

નોર્મલ મોનસુન છતાં પણ ૨૫૧ જિલ્લાઓ ઉપર દુષ્કાળનું સંકટ

ગુજરાતમાં ૨૭ ટકા ઓછો વરસાદ, ૨૨ જિલ્લાઓને અસર : મેઘાલય, અરુણાચલ, બિહાર અને તમિળનાડુ સહિત ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૫૦ ટકાથી વધુ જિલ્લાઓમાં તીવ્ર અછતની સ્થિતિ સર્જાઈ

નવી દિલ્હી,તા. ૨૮ : દેશના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ મોનસુનની સ્થિતિ રહી હોવા છતાં દેશના ૨૫૧થી વધુ જિલ્લાઓમાં દુષ્કાળનું સંકટ તોળાઈ રહ્યું છે. ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સ્થિતિ સર્જાઈ શકે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, બિહાર, ગુજરાત અને તમિળનાડુ સહિત ૧૧થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં  ૫૦ ટકાથી વધુ જિલ્લાઓમાં મોટાપાયેચ ઓછા વરસાદની સ્થિતિ તોળાઈ રહી છે. જો એકંદરે રાષ્ટ્રવ્યાપી વરસાદ સપ્ટેમ્બરના ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે એક ટકાથી ઓછો રહ્યો છે. સદીમાં છઠ્ઠી મોનસુન સિઝન નિરાશાજનક દેખાઈ રહી છે. કર્ણાટકમાં પહેલાથી જ૩૦ જિલ્લાઓ પૈકીના ૨૩ જિલ્લાઓને ઓછા વરસાદના લીધે દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે. આંધ્રપ્રદેશે છ જિલ્લાઓમાં ૨૭૪ બ્લોકને તીવ્ર દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે. બીજી બાજુ બાડમેર અને જેસલમેર જિલ્લામાં સામાન્ય કરતા ૬૦ ટકાથી ઓછો વરસાદ થયો છે. પશ્ચિમી રાજસ્થાનમાં પણ હાલત કફોડી બની ગઈ છે. એક દશક બાદ પણ સુસ્ક સ્થિતિ સર્જાયેલી છે. મરાઠવાડા અને વિદર્ભ જે મહારાષ્ટ્રના ખુબ મહત્વપૂર્ણ વિસ્તારો છે ત્યાં પણ દુષ્કાળ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ને પૂર્ણ થવા આડે ગણતરીના ત્રણ દિવસ રહ્યા છે ત્યારે નોર્મલ મોનસુનની સ્થિતિ દેખાઈ રહી છે. હાલમાં ચાલી રહેલા દક્ષિણ પશ્ચિમ મોનસુનની સત્તાવાર વિદાય આડે ત્રણ દિવસનો ગાળો રહ્યો છે. દેશમાં વરસાદી સિઝન પહેલી જૂન ૨૦૧૮ના દિવસે મોનસુનની શરૂઆત થયા બાદથી ૧૧૭ દિવસ સુધી રહી છે જેમાં લોંગ ટર્મ એવરેજના માઇનસ નવ ટકા વરસાદ રહ્યો છે. આઈએંમડી દ્વારા આંકડા જારી કરવામાં આવ્યા બાદ સ્થિતિમાં સુધારો થયો છે. ૧૯મી સપ્ટેમ્બર સુધી આ આંકડો માઇનસ ૧૦ ટકાનો રહ્યો હતો. દક્ષિણ પશ્ચિમ મોનસુન ભારતમાં વાર્ષિક વરસાદના ૭૦ ટકાની આસપાસ છે અને કૃષિ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. આઈએમડી દ્વારા જુદા જુદા વર્ગમાં મોનસુની વરસાદને વિભાજિત કરે છે. ઓછા વરસાદને અછત તરીકે ગણવામાં આવે છે. જ્યારે લોંગ ટર્મ એવરેજ કરતા ૨૦-૫૯ ટકા ઓછો વરસાદ પડે ત્યારે તેને ઓછા વરસાદ તરીકે ગણવામાં આવે છે જ્યારે ૬૦-૯૯ ટકા ઓછો વરસાદ પડે ત્યારે તીવ્ર અછત તરીકે ગણવામાં આવે છે. ૨૫૧ જિલ્લાઓમાં આશરે ૩૭ ટકા ઓછો વરસાદ રહ્યો છે જેથી તીવ્ર અછતની સ્થિતિ તેને ગણી શકાય છે. આમા મેઘાલય, અરુણાચલ, ઝારખંડ, બિહાર, ગુજરાત, તમિળનાડુ અને ૫૦થી વધુ જિલ્લાઓનો સમાવેશ થાય છે. મોનસુનની પૂર્ણાહૂતિની રાહ જોવામાં આવી રહી છે. ઇન્ડિયા સ્પેન્ડ દ્વારા ૨૦૧૮ માટેના વરસાદી ડેટામાં ચકાસણી કરવામાં આવી ચુકી છે. વરસાદ ઓછા ધરાવતા પ્રદેશોમાં ગીચ વિસ્તારો પણ સામેલ છે. જો રાષ્ટ્રવ્યાપી એકંદરે વરસાદ સપ્ટેમ્બરના બાકીના ત્રણ દિવસમાં એક ટકાથી ઓછો રહેશે તો મોનસુન સિઝનમાં ફરી એકવાર દુષ્કાળની સ્થિતિની શક્યતા રહેલી છે. ૨૬મી સપ્ટેમ્બર ૨૦૧૮ના આંકડા મુજબ ભારતના ૭૯૩ મિલીમીટર વરસાદ નોંધાયો છે. જે લોંગ ટર્મ એવરેજ ૮૭૦ મીમીથી નવ ટકા ઓછો વરસાદ છે. આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૨૦-૫૯ ટકા ઓછો વરસાદ થયો છે.

ક્યાં કેટલી ઓછી વર્ષા

મણિપુરમાં સૌથી ઓછો વરસાદ

નવીદિલ્હી, તા. ૨૮ : દેશના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ મોનસુનની સ્થિતિ રહી હોવા છતાં દેશના ૨૫૧થી વધુ જિલ્લાઓમાં દુષ્કાળનું સંકટ તોળાઈ રહ્યું છે. ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સ્થિતિ સર્જાઈ શકે છે. આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓછો વરસાદ રહ્યો છે. ચિત્ર નીચે મુજબ છે.

મણિપુર.............................................. માઇનસ ૫૮

લક્ષ્યદ્વીપ............................................ માઇનસ ૪૮

મેઘાલય............................................. માઇનસ ૪૦

અરુણાચલ........................................... માઇનસ ૩૧

ગુજરાત.............................................. માઇનસ ૨૭

ઝારખંડ............................................... માઇનસ ૨૬

બિહાર................................................. માઇનસ ૨૩

ત્રિપુરા................................................ માઇનસ ૨૧

આસામ.............................................. માઇનસ ૧૯

બંગાળ................................................ માઇનસ ૧૯

પોંડીચેરી............................................. માઇનસ ૧૯

અસરગ્રસ્ત જિલ્લા.....

બિહારમાં ૨૭માં ઓછો વરસાદ

નવીદિલ્હી, તા. ૨૮ : દેશના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ મોનસુનની સ્થિતિ રહી હોવા છતાં દેશના ૨૫૧થી વધુ જિલ્લાઓમાં દુષ્કાળનું સંકટ તોળાઈ રહ્યું છે. ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સ્થિતિ સર્જાઈ શકે છે. ૬૬૨ પૈકીના ૨૩૬ જિલ્લાઓના ડેટા ઉપલબ્ધ થઇ ચુક્યા છે. પહેલી જૂન ૨૦૧૮થી સપ્ટેમ્બર ૨૦૧૮ વચ્ચેના ગાળામાં ૧૧૭ દિવસમાં માઇનસ ૨૦થી લઇને માઇનસ ૫૯ ટકા સુધી ઓછો વરસાદ થયો છે. ઉત્તર પૂર્વમાં ૧૫ જિલ્લાઓમાં ઓછો વરસાદ થયો છે. વરસાદી આંકડા જારી કરવામાં આવ્યા બાદ અફડાતફડી તંત્રમાં ફેલાઈ ગઈ છે. કયા રાજ્યમાં વધુ જિલ્લાઓ અસરગ્રસ્ત રહ્યા છે તે નીચે મુજબ છે.

રાજ્ય............................ ઓછા વરસાદ વાળા જિલ્લા

ગુજરાત........................................................... ૨૨

બિહાર.............................................................. ૨૭

તમિળનાડુ....................................................... ૨૦

ઝારખંડ............................................................ ૧૭

કર્ણાટક………………………………………………….૧૭

(7:34 pm IST)