Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

આસામના વિશ્વનાથ જીલ્લામાં વિકાસ અને શિક્ષણના દાવા વચ્‍ચે નાના બાળકો અભ્‍યાસ માટે જવા નદી પાર કરવા વાસણમાં બેસીને જાય છે

વિશ્વનાથ (અસમ): એક બાજુ જ્યાં દેશમાં વિકાસ અને શિક્ષાને લઈને મોટા મોટા દાવા કરવામાં આવે છે ત્યારે દેશનો એક ભાગ એવો પણ છે જ્યાં સ્કૂલ જવા માટે નાના બાળકોને એલ્યુમિનિયમના વાસણોમાં બેસીને નદી પાર કરવી પડે છે.

એલ્યુમિનિયમના વાસણોમાં બેસીને નદી પાર કરવા માટે પ્રાઈમરી સ્કૂલ જવાનો વીડિયો આસામના વિશ્વનાથ જિલ્લામાંથી સામે આવ્યો છે. હકીકતમાં જ્યાં સરકારે સ્કૂલ બનાવડાવી છે ત્યાં પહોંચવા માટે રસ્તો નથી.

મામલે વિશ્વનાથના ધારાસભ્ય પ્રમોદ બોર્થકુરે કહ્યું કે રીતની હાલાત જોઈને શરમ આવી રહી છે. તેમણે કહ્યું કે,’ વિસ્તારમાં કોઈ પીડબલ્યૂડી રોડ નથી. મને નથી ખબર પડતી કે સરકારે કેવી રીતે એક ટાપુ પર સરકારી સ્કૂલ બનાવી દીધી. અમે વિદ્યાર્થીઓ માટે હોડીની વ્યવસ્થા કરી શકીએ છીએ. હું સ્કૂલ શિફ્ટ કરવા માટે પણ કહીશ.’

 

(5:35 pm IST)