Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ભારતમાં માત્ર સબરીમાલા મંદિર જ નહીં અન્ય ૭ ધાર્મિક સ્‍થાનો ઉપર પણ મહિલાઓ માટે પ્રવેશ ઉપર પ્રતિબંધ છે

કેરળના સૌથી પ્રસિદ્ધ મંદિર સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પર લગાવેલો પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે હટાવી લીધો છે. મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા પાછળ માન્યતા છે ભગવાન અયપ્પા બ્રહ્મચારી હતા એટલે મંદિરમાં 10-50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે ભારતમાં એક નહીં અન્ય 7 ધાર્મિક સ્થાનો એવા છે જ્યાં મહિલાઓનો પ્રવેશ આજે પણ વર્જિત છે.

સબરીમાલાની જેમ પણ કેરળનું મંદિર છે જ્યાં મહિલાઓ પ્રવેશી નથી શકતી. અહીં મહિલાઓ ભગવાન વિષ્ણુની પૂજા તો કરી શકે છે પરંતુ મંદિરના કક્ષમાં પ્રવેશ કરવાની મનાઈ છે. અહીં મહિલાઓએ પૂજા કરવા માટે સાડી પહેરવી જરૂરી છે. સાડી સિવાય અન્ય કોઈ કપડાં પહેરીને અહીં ભગવાનને પૂજી શકાતા નથી. મહિલાઓની જેમ પુરુષો માટે પણ અહીં ડ્રેસ કોડ છે. પુરુષોએ મંદિર કક્ષમાં જવા માટે ધોતી પહેરવી ફરજિયાત છે.

મંદિર પરિસરમાં વેસ્ટર્ન કપડાં પહેરેલી મહિલા કે યુવતીઓ પ્રવેશ નથી કરી શકતી. મંદિરમાં ટોપ અને જિન્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયેલો છે. એટલે જે મહિલા વેસ્ટર્ન કપડાં પહેરીને આવશે તેણે મંદિરની બહાર રહેવું પડશે.

હરિયાણાના પિહોવામાં આવેલા કાર્તિકેય મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. મંદિરમાં કાર્તિકેય ભગવનના બ્રહ્મચારી સ્વરૂપની પૂજા કરવામાં આવતી હોવાથી અહીં મહિલાઓ પ્રવેશી નથી શકતી.

રાજસ્થાનના પુષ્કરમાં આવેલા પ્રસિદ્ધ કાર્તિકેય મંદિરને લઈને માન્યતા છે કે જે પણ મહિલા અહીં પ્રવેશ કરશે તે શાપિત થશે તેમને ક્યારેય આશીર્વાદ નહીં મળે. લોકોમાં રહેલા અંધવિશ્વાસને પગલે મહિલાઓ જાતે મંદિરમાં નથી જતી.

મંદિરના ગર્ભગૃહમાં કોઈપણ મહિલાને પ્રવેશવાનો હક નથી. જો કે રસપ્રદ બાબત છે કે મંદિરના પૂજારીના નિધન બાદ સરકારે તેમની પુત્રીની મંદિરની પૂજારી તરીકે નિમણૂક કરી. તેમ છતાં તે મંદિરના ગર્ભગૃહમાં નથી પ્રવેશ કરી શકતી.

હિંદુઓની જેમ મુસ્લિમોમાં પણ કેટલીક માન્યતાઓ પ્રવર્તે છે જે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવે છે. દિલ્હીની જામા મસ્જિદ તેમાંની એક છે. અહીં સાંજની નમાઝ બાદ મહિલાઓ અંદર નથી પ્રવેશી શકતી.

(5:31 pm IST)