Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

યુપીમાં શિવપાલ યાદવનો પક્ષ લોકસભાની તમામ બેઠક પર ઉમેદવાર ઉતારશે

અખિલેશ યાદવની મતબેંકમાં ગાબડું પડવાની શકયતા :નવા પક્ષ માટે ચૂંટણીચિહ્ન માંગ્યું

લખનૌ :ઉત્તર પ્રદેશમાં શિવપાલ યાદવે નવા પક્ષની રચના કરી તમામ બેઠક પર લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. શિવપાલ યાદવે પ્રગતિશીલ સમાદવાદી પાર્ટીની રચના કર્યા બાદ પક્ષ માટે કાર અને મોટર સાયકલ કે ચક્રના ચિન્હની માંગ કરી છે. શિવપાલ યાદવે પોતાની પાર્ટીનુ રજિસ્ટ્રેશન ચૂંટણી પંચમાં પણ કરાવ્યું છે.

 શિવપાલ યાદવે જણાવ્યું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની તમામ લોકસભા બેઠક પર ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. શિવપાલની રણનીતિથી અખિલેશ યાદવની મતબેંકમાં મોટું ગાબડું પડવાની શક્યતા છે. આ પહેલા શિવપાલ યાદવે પોતાની પાર્ટીના ઝંડામાં મુલાયમસિંહ યાદવને સ્થાન આપતા રાજનીતિ ગરમાઈ હતી. ત્યારે શિવપાલ યાદવની પાર્ટીના કારણે અખિલેશને મોટું નુકસાન થઈ શકે છે.

(5:36 pm IST)