Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

કાર વીમા પોલીસી લેતા પૂર્વે પાંચ મુદ્દા સમજો

પ્રિમિયમની સરખામણી કરો . કલેમ ટ્રેક રેકોર્ડ . બેસ્ટ ડિડકટીબલ . કેલમ બોનસ . IDV પણ સમજો

નવી દિલ્હી તા. ર૮: આપણી પાસે કાર હોય તો ઝડપી પરીવહન કરીને સમય બચાવી શકાય છે. પણ જયારે કાર એકસીડન્ટ, તેની ચોરી, પુરમાં ખોવાઇ જવી, કોના લીધે જાનહાની અથવા કોઇની મિલ્કતને નુકસાની થાય ત્યારે કાર માલિક હોવાનો આનંદ છીનવાઇ જાય છે. આવી પરિસ્થિતિઓમાં નાણાકીય જવાબદારીઓ બહુ મોટી હોઇ શકે છે. પણ કાર વિમા દ્વારા આવી નાણાકીય જવાબદારીઓમાંથી બચી શકાય છે.

હવે કારનો થર્ડ પાર્ટી વીમો ફરજીયાત છે જયારે ફુલ વિમો લેવો ફરજીયાત નથી. ફુલ વિમો થર્ડ પાર્ટી નુકસાન ઉપરાંત કાર અને તેનાં માલિકને થયેલું નુકસાન પણ કવર કરે છે તેથી તે લેવો સલાહભર્યો છે.

કારનો ફુલ વિમો લેતી વખતે ધ્યાનમાં લેવા જેવા પાંચ મુદ્દાઓ

(૧) પ્રિમીયમની સરખામણી :

ઓન લાઇન કાર વિમો ખરીદતા પહેલા, વિવિધ વિમા કંપનીઓના સરખી પ્રોડકટ માટે પ્રીમીયમની રકમ સરખાવીને ઓછા ભાવ વાળો વિમો લેવો.

(ર) કલેમ સેટલમેન્ટ ટ્રેક રેકોર્ડ

વિમામાં કલેમ સેટલમેન્ટ એક અગત્યનું પાસું છે. જે કંપનીનો સેટલમેન્ટ રેકોર્ડ મજબુત હોય તેને પસંદ કરો.

(૩) બેસ્ટ ડીડકટીબલ પસંદ કરો.

વધારે ડીડકટીબલ પસંદ કરવાથી પ્રિમીયમ ઘટે છે જો તમારો ડ્રાઇવીંગ રેકોર્ડ સારો હોય અને તમારી પોતાની ભૂલથી કોઇ એકસીડન્ટ ન થયું હોય તો તમે ઉંચા ડીડકટીબલ પસંદ કરી શકો.

(૪) નો કલેમ બોનસ

પોલીસીના વર્ષ દરમ્યાન કોઇ કલેમ ન કરાયો હોય તો નો કલેમ બોનસ તરીકે પ્રીમીયમમાં રાહત મળે છે. આ રાહત ર૦ થી પ૦ ટકા સુધીની હોય છે. અમુક વિમા કંપનીઓ પોલીસીના વર્ષમાં કલેમ હોય તો પણ નો કલેમ બોનસને ગણત્રીમાં લેવા હોય આપની સુવિધા પણ આપે છે. જો યોગ્ય કિંમત જણાય તો ટોપ અપ લેવું સલાહ ભર્યું છે.

(પ) ઇન્સ્યોર્ડ ડીકલેર્ડ વેલ્યુ(IDV)

કાર ઇન્સ્યોરન્સ પોલીસીમાં આ બહુ મહત્વનું પાસું છે. IDV ઉપરથી વિમાનું પ્રીમીયમ નકકી થતું હોય છે. IDV એટલે તમારી કારની હાલની કિંમત જેના પર ઇન્સ્યોરન્સ અપાય છે. પોલીસીમાં ''સમ ઇન્સ્યોર્ડ'' લખ્યું હોય તે IDV છે.

(4:25 pm IST)